heart attack

How to care own heart: તમારા ડાયટમાં કરો આ જરૂરી ફેરફાર, હાર્ટ એટેકનું પણ જોખમ નહીં રહે

How to care own heart: ચાલો જાણીએ કે હાર્ટ એટેકથી બચવા માટે કઈ આદતો બદલવાની જરૂર છે અને કોલેસ્ટ્રોલ લેવલને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય છે.

લાઇફસ્ટાઇલ ડેસ્ક, 11 માર્ચ: How to care own heart: કોલેસ્ટ્રોલના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. હાર્ટ એટેક માટે ઘણા પરિબળો જવાબદાર હોય છે, જેમ કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહાર વગેરે. ઘણા લોકો જંક ફૂડ વધુ લે છે, જેમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ સર્જાય છે. તો ચાલો જાણીએ કે હાર્ટ એટેકથી બચવા માટે કઈ આદતો બદલવાની જરૂર છે અને કોલેસ્ટ્રોલ લેવલને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય છે.

સેચ્યુરેટેડ ફેટનું સેવન ઓછું કરો

તમારા આહારમાં સેચ્યુરેટેડ ફેટને ઘટાડો. સેચ્યુરેટેડ ફેટ ખાસ કરીને લાલ માંસ અને ફુલ ફેટ ડેરી પ્રોડક્ટમાં જોવા મળે છે. તે તમારું કોલેસ્ટ્રોલને વધારે છે. થોડી માત્રામાં સેચ્યુરેટેડ ફેટવાળો ખોરાક લેવાથી તમારા શરીરમાં “બેડ કોલેસ્ટ્રોલ” નું પ્રમાણ ઓછું રહેશે.

Advertisement

આ પણ વાંચો:Shanivar no rashifal: જાણો કઈ રાશિ પર શનિદેવની કૃપા વરસશે આજે, વાંચો તમારું રાશિફળ

કુકીઝ બિસ્કિટ

બજારમાંથી ખરીદેલી કૂકીઝ, વેફર્સ, કેક અને પેકેટ ફૂડમાં વનસ્પતિ તેલ હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. પેકેટમાં કોલેસ્ટ્રોલની માત્રા લખેલી હોય છે. ટ્રાન્સ ફેટ “બેડ કોલેસ્ટ્રોલ” ના લેવલને વધારે છે. આઈસ્ક્રીમ, બટર, મેદા, ખાંડ, ફાસ્ટ ફૂડ આ બધી વસ્તુઓ છે જે આપણે વારંવાર ખાઈએ છીએ, જેની શરીર પર ખરાબ અસર પડે છે અને હૃદય રોગ અને સ્થૂળતાનું જોખમ વધે છે.

Advertisement

શું કરવું પડશે?

આ બધી ખાદ્ય વસ્તુઓ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરવું કેટલાક લોકો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. જો કે, ઓછી માત્રામાં તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર વધુ અસર નહીં થાય. તમારે તમારા આહારમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર જેવા તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. શરીરને કેટલી કેલરીની જરૂર છે તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તમારા આહારમાં ઓમેગા 3 ફેટી એસિડનો પણ સમાવેશ કરો. ઓમેગા 3 ફેટી એસિડ ખાવાથી કોલેસ્ટ્રોલ પર અસર થતી નથી અને તે હૃદય માટે સારું છે. આપને જણાવી દઈએ કે, અળસી, અખરોટ, સોયાબીન, સૅલ્મોન ફિશ, કોબીજ અને ઈંડામાં ઓમેગા 3 ભરપૂર માત્રામાં જોવા મળે છે.

તેની સાથે તમારા આહારમાં સોલ્યુબલ ફાઈબરનો સમાવેશ કરો. સોલ્યુબલ ફાઈબર બ્લડ શુગર, બ્લડ પ્રેશર, હાર્ટ હેલ્થ અને વજનને નિયંત્રણમાં રાખે છે. ઓટમીલ, જવ, વટાણા, કઠોળ, દાળ, બીજ, લીંબુ અને સફરજનમાં ફાઈબર જોવા મળે છે.

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો