Alerts on terror attacks on state temples

Alerts on terror attacks on state temples: અંબાજી શક્તિપીઠ મંદિરમા ધમકીના પગલે ગુજરાત રાજ્યની સરહદો ઉપર સતત એલર્ટ- વાંચો વિગત

Alerts on terror attacks on state temples: ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી, અંબાજી મંદિરની સુરક્ષા ને લઈ SRP , QRT , મંદિર અલાયદા સધન સુરક્ષા સ્ટાફ, GISF તેમજ હોમગાર્ડના જવાનો છે તૈનાત

  • અંબાજી પોલીસ દ્વારા સુપરવિઝન કરી એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી……
  • 100 જેટલા CCTV કેમરા કાર્યરત કરાય તેમનું પણ પોલીસ દ્વારા સતર્ક મોનીટરીંગ કરવાં આવી રહ્યું છે……
  • હાલ તબક્કે અંબાજી મંદિર પરિષર માં કોઈ નવો સ્ટાફ ડિપ્લોય કરાયો નથી પણ જરૂર પડશે તો વધુ સ્ટાફ પણ તેનાત કરવામાં આવશે……..

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 12 જૂનઃ Alerts on terror attacks on state temples: અલકાયદા દ્વારા આંતકી હુમલાની ધમકી અપાયા બાદ આઈ બી ના ઇનપુટ અહેવાલ ના પગલે ગુજરાત રાજ્ય ની સરહદો ઉપર સતત એલર્ટ કરાયા બાદ ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે, યાત્રાધામ અંબાજી ગુજરાત નહીં પણ દેશ ભર નું માનીતું શક્તિપીઠ છે જ્યાં આ ધમકી ના પગલે તમામ સુરક્ષા કર્મીઓ ને અલર્ટ કરી દેવાયા છે.

અંબાજી મંદિરમાં સુરક્ષા કર્મીઓ દ્વારા પ્રવેશતા યાત્રિકો ને તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અંબાજી મંદિર પરિષર માં મંદિર ની સુરક્ષા ને લઈ SRP , QRT મંદિર અલાયદા સધન સુરક્ષા સ્ટાફ, GISF તેમજ હોમગાર્ડના જવાનો હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમના તમામ પોઇન્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા સુપરવિઝન કરી એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Arrest of Paper Leaking Master Mind: પોલીસે સાબરકાંઠાના એક ગામમાંથી હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કરનાર માસ્ટર માઇન્ડની કરી ધરપકડ

અંબાજી મંદિર માં અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ સધન સુરક્ષા કરી રહી છે ને કોઈ પણ જાત નો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા તમામ સ્ટાફ ને સ્ટેન્ડબાય રહી સતર્ક રહેવા કડક સૂચનાઓ કરવામાં આવી છે એટલુંજ નહીં અંબાજી મંદિર પરિષર માં હાઇ ડેફિનેશન વાળા 100 જેટલા CCTV કેમરા કાર્યરત કરાયા છે તેમનું પણ પોલીસ દ્વારા સતર્ક મોનીટરીંગ કરવાં આવી રહ્યું છે.

હાલ તબક્કે અંબાજી મંદિર પરિષર માં કોઈ નવો સ્ટાફ ડિપ્લોય કરાયો નથી પણ જરૂર પડશે તો વધુ સ્ટાફ પણ તેનાત કરવામાં આવશે તેમ પી કે લીમ્બાચીયા પોલીસ સબઇન્સ્પેક્ટર, મંદિર પરિષર સધન સુરક્ષા ઇન્ચાર્જ)અંબાજી એ જણાવ્યુ હતુ

આ પણ વાંચોઃ Singer Justin Bieber contracted the disease: જાણીતા સિંગર જસ્ટિન બીબરને થઇ આ રેયર બિમારી, સિંગરે ફેન્સને પ્રાર્થના કરવા કહ્યું

Gujarati banner 01