Ambaji police alcohol seized

Ambaji police alcohol seized: અંબાજી પોલીસે ખાનગી વાહન દ્વારા કારનો પીછો કરતાં વિદેશી દારુનો જથ્થો ઝડપ્યો

Ambaji police alcohol seized: ચાલકે પોતાની કાર રબારીવાસમાં ઉભી રાખી લોક કરી નાસી છુટ્યો

અંબાજી, ૧૪ ડિસેમ્બર: Ambaji police alcohol seized: દાંતા તાલુકામાં હાલ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી પોલીસને વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડવામાં સફળતા મળી છે આજે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડાતો વિદેશી દારૂ લઈને એક સિફ્ટ ડીજાયરકાર અંબાજી છાપરી સરહદ છાપરી ચેકપોસ્ટથી પસાર થઈ રહી હતી ત્યારે કાર શંકાસ્પદ જણાતા પોલીસે રોકવાનો પ્રયાસ કરેલ પણ તે રોકાઇ ન હતી અનેતે નાસી છુટતા પોલીસે ગાડીનો પીછો ખાનગી વાહન દ્વારા કરતાં ચાલકે પોતાની કાર રબારીવાસમાં ઉભી રાખી લોક કરી નાસી છુટ્યો હતો.

Ambaji police alcohol seized 1

જોકે અંબાજી પોલીસ એ કારમાં તપાસ કરતા વિદેશી દારૂ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું એટલુનહી કાર નંબર GJ 08 KU 2736 નો ખોટો હોવાનુ જાણવા મળેલ થે જોકે અંબાજી પોલીસે આ કાર ને અન્ય ગાડી દ્વારા ખેંચાવી અંબાજી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલા અને ત્યાં તેની તપાસ કરતા અંદાજે રૂપિયા દોઢ લાખ રૂપિયા ઉપરાંત વિદેશી દારૂનો 246 બોતલ નો જથ્થો આ કારમાંથી મળી આવ્યો હતો.

Ambaji police alcohol seized 2

આ પણ વાંચો: Mount abu temp: ગુજરાતીઓ માટે મીની કાશ્મીર ગણાતું રાજસ્તાન નુ માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયુ

જોકે અંબાજી પોલીસે હાલ તબક્કે આ કારનો વિદેશી દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એટલું જ અંબાજી પોલીસે વિદેશી દારૂ અને કાર મળીને અંદાજે રૂપિયા સાત લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક જે કાર મૂકીને નાસી છૂટ્યો હતો તેની તપાસ હાથ ધરી છે. જો કે આ દારૂ કોનો હતો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે હાલ જે રીતે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામા ચૂંટણીમાં કોઇ અનિચ્છનિય બનાવવા ન બને તે માટે આ તકેદારી રાખવામાં પોલીસને સફળતા મળી હતી.

Whatsapp Join Banner Guj