Mount abu winter

Mount abu temp: ગુજરાતીઓ માટે મીની કાશ્મીર ગણાતું રાજસ્તાન નુ માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયુ

Mount abu temp: માઉન્ટ આબુમાં ઠેરઠેર સફેદ ચાદર લપેટાયેલી હોય તેવા દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૧૪ ડિસેમ્બર: Mount abu temp: ગુજરાતીઓ માટે મીની કાશ્મીર ગણાતું રાજસ્તાન નુ માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયુ. માઉન્ટ આબુમાં હાલ ઠંડી નુ પ્રમાણ દીનપ્રતિદીન વધતું જ રહ્યું છે ગુજરાત અને તેમાં પણ અંબાજી ને અડીને આવેલા એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ માં ડિસેમ્બર માસનમાં લગ્નની સિઝન પૂર્ણાહુતિ બાદ હવે માઉન્ટ આબુમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.

abu winter 1

Mount abu temp: સૌપ્રથમ વખત બરફની ચાદરમાં લપેટાઈ હોય તેવું સ્થાનિક રહીશો અને પર્યટકો માની રહ્યા છે અને અચાનક ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો સામાન્ય રીતે દર વર્ષના ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં અહીં દેશભરમાંથી પર્યટકો કરીને ગુજરાતના પર્યટકો ઠંડીમાં બરફની ચાદર જોવા અને ઠંડીનો અહેસાસ કરવા માટે માઉન્ટ આબુ જતાં હોય છે.

abu winter 2

ત્યારે છેલ્લા બે દિવસથી માઉન્ટ આબુ નો પારો શૂન્ય ડિગ્રીએ જોવા મળી રહ્યો છે અહીં આવેલા પર્યટકો શનિ-રવિની રજા માણવા અને ખાસ કરીને રજાના દિવસોમાં ઠંડીનો અને બરફ નો નજારો નિહાળવા માટે માઉન્ટ આબુ જતા હોય છે ત્યારે માઉન્ટ આબુમાં ઠેરઠેર સફેદ ચાદર લપેટાયેલી હોય તેવા દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે જ્યાં પર્યટકો પણ સેલ્ફી લઈને પોતાને ખુશીનો અહેસાસ કરી રહ્યા છે અને ખુલીને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે જો કેઆવા સમય દરમ્યાન અહીં અસ્થમાના દર્દીઓ માઉન્ટના બદલે આબુરોડમાં રહેવા જતા રહેતા હોય છે.

આ પણ વાંચો: Priyank panchal: ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાતનો પ્રિયાંક પંચાલ સામેલ- વાંચો વિગત

ઘેરાયેલા વાદળો વચ્ચે પોતાની તંદુરસ્તી જાળવવા ગરમ કપડામાં નજરે પડે છે એટલું જ નહીં હાલ તબક્કે જે પર્યટકોને જે છે એ ગરમ કપડાનો સહારો લેતા નજરે પડતા હોય છે અને તેમાપણ અનેર સ્થળે ચા વાળા પણજોવામળે છે જે પર્યટકો ઠંડી માં ચા ની ચુસ્કી મારતા હોવાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે ખાસ કરીને માઉન્ટ આબુમાં જે રીતે ઠંડીનું પ્રમાણ વધે છે તેટલી સંખ્યામાં પર્યટકોનો ની સંખ્યામાં વધારો જોવા મળતા હોય છે.

abu winter 3

ગુજરાતનું મીની કાશ્મીર ગણાતો માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધે છે તેમ પર્યટકોની સંખ્યા વધતી હોય છે અને ખાસ માઉન્ટ આબુ ઠંડીનો અહેસાસ કરવા માટે ગુજરાતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં માઉન્ટ આબુ જતા હોય છે હાલ તો કે જે રીતે માઉન્ટ આબુમાં ઠંડી પડી રહી છે તે જોતા તાપમાન નો પારો 0( જીરો) ડિગ્રીએ પહોંચ્યો હતો તાપમાન હજી માઈનસ સુધી પહોંચે તેવો પણ સંકેતો જોવા મળી રહ્યા છે અને હજી આવનારા સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને રાત્રી દરમ્યાન પર્યટકો ને સ્થાનિક લોકો તાપણાનો સહારો લેતા નજરે પડે છે અને ત્યા ઠંડી વધતા માઉન્ટ આબુમાં જે લકી તળાવ છે ત્યાં પણ કેટલીક વખત બરફની ચાદર જોવા મળતી હોય છે તેનો પણ પર્યટકો આનંદ માણતા હોય છે.

ગુજરાતની નજીકમાં એવું અન્ય કોઈપણ સ્પોર્ટ નથી કે કોઈ સ્થળ નથી કે જ્યાં પાણી માં બરફ જોવા મળતો એક માત્ર માઉન્ટ આબુ સ્થળ છે કે જ્યાં યાત્રિકો જે છે એ માઉન્ટ આબુમાં બરફની ચાદર જોવાનો એક નવો નજારો જોવા મળતો હોય છે તેને લઈને માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં રાજસ્થાનના માઉન્ટ આબુમાં પર્યટકોનો ધસારો જોવા મળતો હોય છે.

Whatsapp Join Banner Guj