Holi 2021

Anant patel ni kalame…બુરા ન માનો, હોલી હૈ…..

Anant patel ni kalame...

Anant patel ni kalame…(અનંત પટેલની કલમે…)

” રંગ બરસે, ભીગે ચુનરવાલિ….રંગ બરસે …”
— આ ગીતને સાંભળીને કોઇ તરત જ રોમાંચિત થઇ જાય છે, કોઇ મીઠી યાદોમાં સરી પડે છે તો કોઇ આ સાંભળીને ધુળેટીના તહેવારની આતુરતાથી રાહ જોવા લાગે છે…
— હોળીનો તહેવાર એ આનંદ ઉલ્લાસ અને રંગોનો તહેવાર છે. એક જમાનામાં સહુના તન મનમાં આ પર્વ ઉપર ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો. કેટલાક જુવાનિયા તો એમના મનગમતા પાત્રને લાલ ગુલાબી રંગોથી રંગવા ધુળેટીના દિવસની ખાસ રાહ જોઇ રહેતા.
— આજના સમયમાં હોળીનું પર્વ ઉજવાય છે પણ એ હોળીની રાત્રે હોળી માતાનાં દર્શન કરવા પૂરતું જ સીમીત થઇ ગયેલું જણાય છે…તો ઘણી બધી જગાએ સમાજે નિયત કરેલ ધારાધોરણ મુજબ પ્રથમ સંતાનમાં પુત્ર હોય તો એના ઘરે ” ઢૂંઢ ” અથવા તો ” જેમ ” ઉજવાય છે. પહેલી વાર જ સાસરે આવેલી નવી વહુને હોળી રમાડાય છે. ગુલાલનાં છાંટણાંથી નવી મોસમ અને નવી વહુનું સ્વાગત થાય છે…ખરેખર તો ઉનાળાની સાચી શરૂઆત હોળી પછી જ થતી હોય છે.

Anant patel ni kalame...

— ધુળેટીના દિવસે શહેરમાં કે ગામમાં ચૌદ પંદર વર્ષ સુધીનાં બાળકોમાં પરસ્પરને પિચકારીથી રંગ છાંટવાનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે. સવારે આઠેક વાગ્યાથી જ છોકરાઓનાં ટોળાં રંગ બે રંગી મોઢાં લઇને ભાગમ ભાગ કરતાં જોવા મળે છે….એમની ચિચિયારીઓ અને હો હા સંભળાયા જ કરે છે…

ADVT Dental Titanium

— એક વાર અમારા ગામમાં ધુળેટીના દિવસે એક બીજાને પલાળવાની એવી ધમાલ મચી કે બધાએ જુસ્સામાં કે ગુસ્સામાં આવી જઇ પરસ્પરનાં કપડાં પણ ફાડી નાખેલ એટલે એ દિવસે ગામના એક વડીલે એને ” બંડીફાડ” હોળી એવું નામ આપેલું…ઘણા લોકો પરસ્પરને હોળી રમાડવા માટે એટલા બધા આતુર હોય છે કે જાણે એમને કોઇ હિસાબ ચૂક્તે કરવાનો ના હોય એમ પાણી તેમ જ રંગ ઉપરાંત કાદવ કીચડનો ઉપયોગ પણ કરી નાખે છે…..

— મારા મિત્ર ચીમન ચપટી જેવા તો ભીંજાઇ ગયેલી યુવતીઓના ટોળામાં ઘૂસ મારીને પાણી છાંટે અને લપસી પડવાનું નાટક પણ કરે જેથી કરીને કોઇ યુવતીઓ એને દયા ખાઇને બેઠો કરવા દોડી આવે તો એમના હાથનો સુંવાળો સ્પર્શ માણી લેવાની બેહુદી હરકતો પણ કરતા હોય છે…….
— કેટલાક છોકરા છોકરીઓને ધુળેટી રમવાની બહુ બીક લાગતી હોય છે એટલે એવા લોકો ઘરનાં બારણાં બંધ કરીને અંદર વાંચવા બેઠા છે એવું બહાનું કરે છે. પછી મિત્રો કે સખિઓ એને શોધતા આવી ચઢે , બારણું ખખડાવે, ધમાલ ધમાલ કરીને એને બહાર કાઢે અને એવા પલાળે કે ઘર આખામાં પાણી જ પાણી જ થઇ જાય…પેલો યુવક કે યુવતી આટલી ધમાલ કરીને છેવટે તો પલળે જ છે તો એના કરતાં સીધી રીતે પહેલાંથી જ જોડાઇ જાય તો કેવું ??

— ક્યાંક ક્યાંક તો ધુળેટી રમવામાં એટલું બધું પાણી ઢોળાય છે કે ફળિયામાં કે શેરીમાં પાણીનું નાનું સરખું ખાબોચિયું જ ભરાઇ જાય અને લાગ આવે તો કોઇ છોકરા એ ખાબોચિયામાં ય એક બીજાને પાડવાની જોખમી રમત પણ શરૂ કરતા હોય છે…આમ કરવામાં કોઇને કમર પર વાગી જાય તો એને ” કમરતોડ” હોળી કહેવા લાગે……
— કોઇ યુવાન હોળી રમવામાંથી છટકવા પોતે બિમાર છે એવું બહાનું કરીને ચોરસો ઓઢીને ખાટલામાં સૂઇ જાય અને પછી મમ્મીને કહી રાખે કે કોઇને આવવા દેશો નહિ, પણ ભાઇ, અહીં આ ધમાલમાં એમની વાત કોઇ માને જ નહિ ને પછી એને તો પલંગ સાથે જ પલાળી નાખે….આમાં ક્યારેક ખાટલો તૂટી જાય તો એને ” પલંગ તોડ” હોળી કહેવા લાગે..

Whatsapp Join Banner Guj

—બીજી તરફ ગોઠ ઉઘરાવવા વાળા તો રંગ નાખવાની ધમકી આપીને રોકડી કરવાની પણ મઝા માણતા હોય છે… — જો કે અત્યારે તો જે હોળી ધુળેટી જોવા મળે છે તે સાપ ગયાને લિસોટા રહ્યા જેવી જ હોય છે…અલબત્ત રાજસ્થાન તેમ જ બીજાં રાજ્યોમાં તેમ જ મોટા શહેરોમાં સૌ પોત પોતાની રીતે હોળી ધુળેટીની મઝા માણે જ છે…ધુળેટીના દિવસે આપણી ન્યુઝ ચેનલો પણ આવા ધુળેટી રમતાં યુવાન હૈયાંની તસ્વીરો દિવસ દરમિયાન અચૂક બતાવ્યા કરે છે તેને લીધે આપણને ઘરમાં બેઠાં બેઠા ધુળેટી માણવાની અનુભૂતિ અચૂક થાય જ છે…….

— આપણી ઘણી બધી હિન્દી ફિલ્મોમાં પણ હોળી અને ધુળેટીના પ્રસંગો નાં દ્રશ્ય તેમ જ ગીતો ગોઠવીને તેના નિર્માતાઓએ આપણી મઝા વધારવામાં સારું એવું યોગદાન કરેલ છે…
ચાલો, આપણે સહુ હોળી ધુળેટીને સંયમ પૂર્વક ઉજવીએ અને એક બીજા ઉપર હેતનો ગુલાલ વરસાવીએ…( કોરોનાને અનુલક્ષીને સરકારે બહાર પાડેલ માર્ગદર્શક નિયમોની મર્યાદામાં જ આનંદ મેળવીએ.)

આ પણ વાંચો…

66th filmfare awards 2021ની થઇ જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર- એક્ટ્રેસનો એવોર્ડ અને કઇ બની બેસ્ટ ફિલ્મ- વાંચો વિગતે માહિતી