Aravalli Fit India

Aravalli Fit India: અરવલ્લી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડીયા 2.0 અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ

Aravalli Fit India: સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છતા ઓપન વયજુથના ભાઇઓ / બહેનો એ ૫ સપ્ટેમ્બર સુધીમાં રમતોનું એન્ટ્રી ફોર્મ જમા કરાવવાના રહેશે

અહેવાલ: રાકેશ ઓડ
મોડાસા, ૨૭ ઓગસ્ટ: Aravalli Fit India: ગુરૂવાર- આઝાદી કા અમૃત મહોત્સવ ફીટ ઇન્ડિયા ફ્રીડમ ૨.૦ અંતર્ગત અત્રેના જિલ્લામાં ઓપન વયજુથ માટે વ્યક્તિગત તેમજ ટીમ ઇવેન્ટનું આયોજન થનાર છે.

Aravalli Fit India: જેમાં ૧.સ્કેટીંગ ૨.કરાટે ૩.ખો-ખો ૪.ફુટબોલ ૫.ટેબલ-ટેનીસ ૬.ચેસ ૭.રસ્સાખેંચ ૮.વોલીબોલ ૯.આર્ચરી ૧૦. યોગાસન ૧૧. એથ્લેટીક્સ (૧૦૦ મી,૨૦૦ મી,૪૦૦મી,લાંબીકુદ,ગોળાફેક) ૧૨.હોકી ૧૩.જુડો૧૪. કુસ્તી૧૫. હેન્ડબોલ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છતા ઓપન વયજુથના ભાઇઓ / બહેનો એ તા.૦૫/૦૯/૨૦૨૧ સુધી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,બ્લોકનં.એ.એસ.૧૪ બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા. અરવલ્લીથી ફોર્મ મેળવી ઉપર મુજબની રમતોનું એન્ટ્રી ફોર્મ જમાં કરાવવાનું રહેશે એમ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લીની એક અખબારી યાદી દ્રારા જણાવાયુ છે.

આ પણ વાંચો…India-Tibet Coordination Association: ભારત – તિબેટ સમન્વય સંઘના મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ તરીકે ડીમ્પલબેન રાવલ ની નિમણૂંક કરાઇ

Whatsapp Join Banner Guj