Dimple raval image 600x337 1

India-Tibet Coordination Association: ભારત – તિબેટ સમન્વય સંઘના મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ તરીકે ડીમ્પલબેન રાવલ ની નિમણૂંક કરાઇ

India-Tibet Coordination Association: સંઘ દ્વારા તિબેટ ની આઝાદી તેમજ કૈલાશ માનસરોવર ની મુક્તિ માટે જનજાગૃતિ ના કાર્યો કરવામાં આવે છે.

જામનગર, ૨૭ ઓગસ્ટ: India-Tibet Coordination Association: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ની વિચારધારા ધરાવતા પ્રબુધ્ધ પ્રતિનિધિઓ, દેશની પૂર્વીય સરહદે આવેલા પાડોશી દેશો દ્વારા અવાર-નવાર ઊભી કરવામાં આવતી અડચણો, વ્યાપારિક આક્રમણો, સુરક્ષા સંબંધિત ગતિવિધિઓ અને સામાજિક – સાંસ્ક્રુતિક બાબતે લોકહિત ને નુકશાનકારક હાલચાલો ને ખુલ્લી પાડી – લોકજાગૃતિ ફેલાવવા અને લોકહિત સહ તિબેટ ની આઝાદી માટે સમર્થન કરવાનું અને ભારત અને તિબેટ બંને ના લોકોને લોકોથી જોડવાનું હાલ ના સમયે અતિ આવશ્યક જણાય રહ્યું છે, 

અન્યથા આવનારા સમય માટે દેશ અને દુનિયાએ સ્વતંત્રતા અને સાંસ્ક્રુતિક બાબતે અતિ ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે તેમ જણાતા ભારત – તિબેટ સમન્વય સંઘ (બીટીએસએસ) ની સ્થાપના અને લોગો નું અનાવરણ કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો…Unreserved special trains: 3 સપ્ટેમ્બર થી ચાલશે અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા અનરીઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેનો

આ ઉદેશો પાર પાડવા માટે આ સંઘ ના ગઠન હેતુ પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભારત ની સુપ્રીમ કોર્ટ ના સેવા નિવૃત ન્યાયધીશ જ્ઞાનસુધા મિશ્રાજી ની નિયુક્તિ કરવામાં આવી છે (India-Tibet Coordination Association) સંઘ ના રાષ્ટ્રીય મહિલા વિભાગ ના અધ્યક્ષ ડોકટર રુચિ ચતુર્વેદીજી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રાંત ભાવેશ જોશી (બાપજી) અને પ્રદેશ અધ્યક્ષ મહિલા વિભાગ ગુજરાત પ્રાંત ડોકટર મૃણાલિની ઠાકર ની સહમતી થી જામનગર જિલ્લા અધ્યક્ષ મહિલા વિભાગ તરીકે ડીમ્પલબેન જગતભાઈ રાવલ ની નિમણૂંક કરવામાં આવી છે

ડીમ્પલબેન રાવલ સતત બે ટર્મ થી મહાનગરપાલિકામાં મહિલા કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવે છે, તેમજ જામનગર મહાનગર પાલિકા ના ગાર્ડન અને હેલ્થ વિભાગ માં ચેરપર્સન તરીકે કાર્યરત છે, તેઓ શ્રી વી એમ મહેતા કોલેજ મેનેજમેન્ટ બોર્ડ ના સભ્ય તેમજ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની પર્યાવરણ પેનલ, એજ્યુકેશન અને હેલ્થ પેનલ માં સદસ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આ વરણી બદલ ડો. મૃણાલિની ઠાકર અધ્યક્ષ મહિલા વિભાગ ગુજરાત પ્રાંત સહિત ભારત તિબેટ સમન્વય સંઘ ના અન્ય હોદેદારો એ આવકારી પ્રાંત વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

Whatsapp Join Banner Guj