Asaram court hearing

Asaram Bapu gets bail: આસારામ બાપુને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, શું જેલમાંથી બહાર આવશે?

Asaram Bapu gets bail: બળાત્કારના કેસમાં દોષિત હોવાને કારણે આસારામને જેલમાંથી મુક્ત નહીં મળે

જયપુર, 01 મેઃ Asaram Bapu gets bail: બળાત્કારના કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામને થોડી રાહત મળી છે. વાસ્તવમાં, એક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. હવે સવાલ એ થાય છે કે શું આસારામ જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવશે. ના. કારણ કે આસારામને બળાત્કારના કેસમાં દોષિત હોવાને કારણે જેલમાંથી મુક્તિ નહીં મળે.

મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વતી ખોટા દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં તેમને આ જામીન આપવામાં આવ્યા છે. સેલ્ફસ્ટાઈલ ગોડમેન આસારામને હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ મધુરની કોર્ટમાંથી આ જામીન મળ્યા છે. એડવોકેટ નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ કોર્ટમાં આસારામનો પક્ષ રજૂ કર્યો હતો.

આ કેસ વિશે વિગતવાર જાણો…

જણાવી દઈએ કે, આસારામ અને અન્ય એક વિરૂદ્ધ આરોપો હતા કે તેમણે સુપ્રીમ કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ કેસમાં આસારામ સહઆરોપી હતા. મુખ્ય આરોપી રવિને જામીન મળી ચૂક્યા છે

આ પણ વાંચો… 12th Science result: ગુજરાત બોર્ડ આવતીકાલે જાહેર કરશે ઘો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો