B 288 police housing inauguration

B-288 police housing inauguration: કરોડોના ખર્ચે નવનિર્મિત બી-૨૮૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી…

B-288 police housing inauguration: કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૪૯ કરોડના ખર્ચે નવનિર્મિત બી-૨૮૮ પોલીસ આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ

સુરત, 11 ફેબ્રુઆરી: B-288 police housing inauguration: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.-ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૧ માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૪૯ કરોડના ખર્ચે નવનિર્મિત બી-૨૮૮ આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ સંપન્ન થયુ હતું. મંત્રીએ આવાસધારક પોલીસ જવાનોને આવાસની ચાવીઓ અર્પણ કરી હતી.

પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે અગાઉ બે રૂમને બદલે હવે રસોડા સાથે ત્રણ રૂમો બનાવવામાં આવ્યા છે. ૧૨ માળના ત્રણ ટાવરોના આવાસોમાં વુડન કબાટ તથા મોડયુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પ્રસંગે મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.આર.પી. ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાજયમાં આવેલી અનેક મુસીબતોમાંથી સુખરૂપ બહાર લાવવાનુ કાર્ય આ ફોર્સ દ્વારા કુશળતાથી કરવામાં આવ્યું છે. હંમેશા પરિવારથી દુર રહી ત્યાગ,શૌર્ય અને સેવાપરાયણતાની ભાવના સાથે કાર્ય કરનારા જવાનોના પરિવારજનોને વંદન કરતા જણાવ્યું કે, અતિવૃષ્ટિ કે કોઈ પણ તહેવારો હોય, રાજયની શાંતિ અને સલામતિ જાળવવાની કપરી ફરજ આ પોલીસ જવાનો દ્વારા નિભાવવામાં આવે છે.

Advertisement

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે સમય સાથે તાલ મિલાવી પોલીસ વિભાગનું કોર્પોરેટ ઢબે આધુનિકીકરણ કર્યું છે. એસ આર.પી.એફ. જવાનોના પરિવારજનોને પણ સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ થાય એ માટે રાજય સરકાર પણ કોર્પોરેટ કલ્ચરની માફક સુવિધાઓ પુરી પાડવા માટે તત્પર છે. આ તો માત્ર શરૂઆત હોવાનુ જણાવીને આગામી સમયમાં ઉત્તમ સગવડો ઊભી કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.

B 288 police housing inauguration 1

આ અવસરે હથિયારી એકમોના એડિશનલ ડીજીપી ડો. પી. કે.રોશન તથા પોલીસ અનામતદળ વાવ જુથ-૧૧ના સેનાપતિ ઉષા રાડાએ પ્રાસંગિક પ્રવચન કરીને પોલીસને મળતી આવાસની સગવડો વિશેની વિગતો આપી હતી. અક્ષરધામ હુમલા સમયે શહીદી વહોરનારા અર્જુનસિંહના નામ પર એસ.આર.પી.એફ. વાવ ખાતે રસ્તાનું નામકરણ કરાયુ હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અજીતભાઈ આહીર, ઉપપ્રમુખ ભુમિકાબેન પટેલ, તા. પં.ના કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પટેલ, અગ્રણી બળવંતભાઈ, કૌશલભાઈ, Dysp કે. વી. પરીખ તથા એ. એેમ.પટેલ, PSI એ.ઝેડ. ચૌધરી, એચ. વી. ગિલીટવાલા, પી.યુ.પટેલ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Gujarat weather update: આગામી દિવસોમાં ઠંડી વધવા અને માવઠું પડવાની આગાહી, ખેડૂતોમાં ચિંતા વધી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો