Bhupendra patel

Bhupendra patel oath as CM: ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા…

Bhupendra patel oath as CM: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ ને શપથ લેવડાવ્યા

ગાંધીનગર, 12 ડીસેમ્બર: Bhupendra patel oath as CM: તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ભાજપે 182 બેઠકોમાંથી વિક્રમી 156 બેઠકો જીતી હતી. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ ને શપથ લેવડાવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી ના નેતા ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આ સતત બીજી ટર્મ છે. PM નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર હાજર હતા.

આ પણ વાંચો: Bhupendra patel property: આવો જાણીએ કેટલી સંપત્તિના માલિક છે ગુજરાતનાં નાથ ભુપેન્દ્ર પટેલ…

Gujarati banner 01