Accident

Big Accident In Ahmedabad: અમદાવાદમાં ભયાનક માર્ગ અકસ્માત; 09 લોકોના થયા મોત…

  • મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ

Big Accident In Ahmedabad: અકસ્માત જોવા માટે રોકાયેલા લોકોને ઝડપી કારે કચડી નાખ્યા હતા

અમદાવાદ, 20 જુલાઈઃ Big Accident In Ahmedabad: ગુજરાતના અમદાવાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે એક માર્ગ અકસ્માત જોવા માટે રોકાયેલા લોકોને ઝડપી કારે કચડી નાખ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક ટ્રક થાર સાથે અથડાઈ હતી, જે બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર ભીડ ઉમટી પડી હતી. તે દરમિયાન પાછળથી એક ઝડપી જગુઆર કાર આવી રહી હતી.

બેદરકારીના કારણે કારે ત્યાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. મૃતકોની યાદીમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે. જેમાં લગભગ 10 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો…..Veraval-Thiruvananthapuram Central Express Train: વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન હવે આ સ્ટેશનથી દોડશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો