Big announcement by Bharatsinh Solanki

Big announcement by Bharatsinh Solanki: ભરતસિંહના વાઇરલ વિડિઓની દિલ્હી હાઇકમાન્ડે લીધી નોંધ, રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લીધો

Big announcement by Bharatsinh Solanki: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્રકાર પરિષદ, પત્નીનું નામ લીધા વગર જ કર્યા આક્ષેપ

ગાંધીનગર, 03 જૂનઃ Big announcement by Bharatsinh Solanki: કોંગ્રેસના દિગ્ગ્જ અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આજે પત્રકાર પરિષદમાં રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની વાત કહી હતી. ભરતસિંહ દ્વારા જણાવ્યું હતું કે આ મારો અંગત નિર્ણય છે અને હજુ સુધી વિધાનસભાની ચૂંટણી દૂર છે. આ બ્રેક 2,3 કે 6 મહિનાનો લેવાયો છે તેમ ભરતસિંહે પત્રકાર પરિષદમાં જણવ્યું હતું. 

કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહને વિવાદ છોડવાનું નામ નથી લેતું તેમ રામમંદિર પર વિવાદિત નિવેદન બાદ બે દિવસ પૂર્વે જ એક વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો હતો જેને પગલે ગુજરાતમાં તેમની ટીકા કરવાં આવી હતી પરંતુ આ વિડિઓના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા અને આ મામલે દિલ્હી હાઇકમાન્ડના કેટલાક નેતા અમદાવાદ આવ્યા હતા. દિલ્હીથી આવેલા નેતાએ અમદાવાદ હોટલમાં મિટિંગ કરી હતી. આ મીટીંગ બાદ જ ભરતસિંહ દ્વારા રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 નોંધનીય છે કે ભરતસિંહ સોલંકીનું લગ્નજીવન હાલ ચર્ચામાં છે અને તેણે આજે પોતાની પત્ની રેશ્મા પટેલનું નામ લીધા વગર જ ઘણા બધા આક્ષેપ કરવમાં આવ્યા હતા. બે દિવસ પૂર્વે જ તેમની પત્નીએ ભરતસિંહ સોલંકીને તેમના આણંદ સ્થિત બંગલામાં એક યુવતી સાથે રંગે હાથે પકડ્યા હતા જો કે ભરતસિંહે આજે પોતે યુવતીના ઘરે આઈસ્ક્રીમ ખાવા ગયા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે ત્યાં ઘણા લોકો હાજર હતા. 

આ વાઇરલ વિડિઓને કારણે ભરતસિંહના રાજકીય જીવન પર પણ અસર પડી હતી અને તેની ચર્ચા ચારેકોર થવા લાગી છે ત્યારે આજે તેમના દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા મુદ્દે વાત કરી હતી.

ઘણા સમયથી મારા વ્યક્તિગત વિવાદ ચાલી રહ્યા છે, કોંગ્રેસે મને અલગ અલગ જવાબદારી આપી છે, લોકો સવાલ કરે છે કે તમે સ્પષ્ટતા કેમ નેથી કરતા. ચૂંટણી નજીક આવે એટલે કાંઈક ને કંઈક મારુ શરુ થઇ જાય છે. લોકો મને કહે છે કે તમે કેમ કઈ બોલતા નથી. 30 વર્ષનું મારુ જાહેર જીવન છે હજુ સુધી કોઈ કેસ નથી કે કોઈ ભ્રષ્ટાચારની મારા પર આક્ષેપ નથી.રામ મંદિરમાં કાઈ ખોટું થાય તો અમને બોલવા અધિકાર છે. રામનું મંદિર બને તો ભરતને આંનદ થાય કે નહીં, અમે હિન્દૂ ધર્મના સાચા હિમાયતી છીએ અને મક્ક્મતાથી માનીએ છીએ.

આ પણ વાંચોઃ Education Minister visits NFSU: આઠ સ્કૂલમાં 46 અભ્યાસક્રમો ચલાવી રહેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની મુલાકાત કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ લીધી

રામમંદિરમાં સૌ કોઈની ભાગીદારી છે.  મોંઘવારી, બેરોજગારી, પાણી મુદ્દે લોકો ત્રાહિમામ છે. 2022 કોંગ્રેસ લાવીશ તે દિશામાં મેં કાર્ય કર્યું છે. મારી વાતને તોડી મરોડીને રજુ કરવામાં આવી છે. હું ઈચ્છતો હતો કે ઘરની વાત ઘરમાં જ રહે.  મારી પાસે ઘણા પુરાવા છે તે હું કોર્ટમાં રજુ કરીશ. લગ્નજીવનની સમસ્યા પરિવારમાં ચર્ચા થવી જોઈએ, ભારતમાં લગ્નજીવન સમસ્યાવાળા આ દેશમાં ઘણા કુટુંબો છે. કોર્ટ ચોક્સ પ્રમાણે નક્કી કરશે. 

મારી પત્ની મારી મિલ્કત પોતાના નામે કરવા માંગે છે. મારા વિરુદ્ધ દોરા ધાગા કરવામાં આવ્યા. હોસ્પિટલમાં આવીને મને કહ્યું કે મારી પ્રોપર્ટીનું શું? મારી પત્નીને હંમેશા મિલકતમાં જ રસ છે. મારા ભોજનમાં, મારી ચામાં નાસ્તામાં કંઈક ને કંઈક નાખવામાં આવે છે. મારી પત્ની મારા કહ્યામાં નથી. મારી પત્નીએ મારી કાર વેચી ડ્રાઈવરને છૂટો કરી દેવામાં આવ્યો. મારુ મૃત્યુ થાય એમાં જ મારી પત્નીને રસ છે. 

ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું કે 15 વર્ષથી અમે સાથે હતા પણ પરિવારને જ ખ્યાલ છે કે કેવી રીતે રહેતા હતા. ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલનું નામ લીધા વગર જ આક્ષેપ કર્યા હતા. તેમને કહ્યું કે તેમની પત્નીને ક્યારેય પણ તેમની ચિંતા હતી નહીં તેમને ફક્ત મારી મિલ્કતમાં જ રસ રહેતો હતો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ After Sonia, Priyanka also tests positive for Covid-19: સોનિયા ગાંધી પછી પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત, ખુદને ક્વોરન્ટાઇન કર્યા

Gujarati banner 01