India Australia Test match

India Australia Test match: સિડની ટેસ્ટમાં રહાણેએ અમ્પાયરને કહ્યું- અમે ડ્રેસિંગ રૂમમાં બેસવા નહી, મેચ રમવા આવ્યા છીએ

India Australia Test match: ભારતે 2020-21માં ઓસ્ટ્રેલિયાને ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી ટેસ્ટ સીરિઝમાં હરાવ્યુ હતુ

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 જૂનઃ India Australia Test match: ભારતીય ટીમનો 2020-21નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઐતિહાસીક હતો. ટીમ ઇન્ડિયાએ અહી જોરદાર રમત બતાવતા કાંગારૂઓને તેમના ઘરમાં જ હરાવ્યા હતા. આ જીતમાં ભારતના પ્લેયર્સની ઇન્જરીની સાથે સાથે રેસિસ્ટ કોમેન્ટ સામે પણ ઝઝુમવુ પડ્યુ હતુ. સિડની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય પેસ એકેટમાં સામેલ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ ઉપર જાતિય ટિપ્પણી કરવામાં આવી હતી. હવે તે સીરિઝની ત્રણ મેચમાં કેપ્ટન રહેલા અજિંક્ય રહાણેએ આ વિવાદ પર અમ્પાયર સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે.

સિડની ટેસ્ટના ત્રીજા દિવસે સિરાજે કેપ્ટન અજિંક્ય રહાણેને દર્શકો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની ફરિયાદ કરી હતી. મેચ બાદ કેપ્ટને અમ્પાયર્સ સામે આ વિવાદ મુક્યો હતો પરંતુ આ ચોથા દિવસે પણ થયુ હતુ અને ત્યારે ફરી કેપ્ટન રહાણેએ અમ્પાયર્સ સાથે વાત કરી હતી. રમત 10 મિનિટ માટે રોકવામાં આવી હતી અને તે દર્શકોને મેદાનની બહાર મોકલવામાં આવ્યા હતા. હવે એક પ્રમોશનલ ઇવેન્ટમાં રહાણેએ અમ્પાયર સાથે થયેલી ચર્ચા વિશે જણાવ્યુ છે.

આ પણ વાંચોઃ Big announcement by Bharatsinh Solanki: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્રકાર પરિષદ, પત્નીનું નામ લીધા વગર જ કર્યા આક્ષેપ

રહાણેએ કહ્યુ, અમે ગાળ બોલનારાઓને મેદાનની બહાર કાઢવા પર ભાર મુક્યો હતો. જ્યારે સિરાજ ચોથા દિવસે ફરી મારી પાસે આવ્યો, મે અમ્પાયરને કહ્યુ કે તેમણે એક્શન લેવાની જરૂર છે અને અમે ત્યાર સુધી નહી રમીએ.

પોતાની વાત આગળ વધારતા રહાણેએ કહ્યુ, અમ્પાયરે કહ્યુ કે તમે રમતને રોકી નથી શકતા. જો તમે મેદાનની બહાર જવા માંગો છો તો જઇ શકો છો. ત્યારે અમે કહ્યુ, અમે અહી રમવા આવ્યા છીએ, ડ્રેસિંગ રૂમમાં બેસવા નથી આવ્યા. તમે ગાળ બોલનારાઓને મેદાનની બહાર કરો. જે સ્થિતિમાંથી તે પ્રસાર થયો હતો એવામાં સિરાજનું સમર્થન કરવુ જરૂરી હતુ. જે સિડનીમાં થયુ તે પુરી રીતે ખોટુ હતુ.

મહત્વપૂર્ણ છે કે સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી. ભારતે આ મેચ હનુમા વિહારી અને આર.અશ્વિનની શાનદાર બોલિંગની મદદથી ડ્રૉ કરાવી હતી અને તે બાદ ગાબાનો મુકાબલો જીતીને ટીમે સીરિઝને 2-1થી પોતાના નામે કરી લીધી હતી. સીરિઝ જીત માટે સિડનીમાં રમાયેલી ડ્રો મેચ ટીમ માટે મહત્વની રહી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Education Minister visits NFSU: આઠ સ્કૂલમાં 46 અભ્યાસક્રમો ચલાવી રહેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની મુલાકાત કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ લીધી

Gujarati banner 01