BJP 1

BJP election manifesto announced: ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, અહીં જુઓ શું વાદા કર્યા

BJP election manifesto announced: 20 હજાર સરકારી સ્કૂલના વિકાસ માટે 10 હજાર કરોડનો ખર્ચ કરાશે..

ગાંધીનગર, 26 નવેમ્બર: BJP election manifesto announced: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મતદારોને વચનોની લ્હાણી કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસે 12 નવેમ્બર અને આમ આદમી પાર્ટીએ 7 ઓગસ્ટના રોજ ચૂંટણી મેનિફિસ્ટો જાહેર કર્યો હતો. LED સ્ક્રિન પર પાછલા 5 વર્ષમાં કરેલા કામોની વિગતો દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી હતી.

ગુજરાત આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાયું છે. જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રધાન્ય આપ્યું છે. 

જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનોની લ્હાણી

  • કૃષિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 હજાર કરોડનો ખર્ચ કરાશે
  • 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને સિંચાઈ સુવિધાનું વિસ્તરણ કરાશે. સુજલામ-સુફલામ અને સૌની યોજના માટે 25 હજાર કરોડ રૂપિયા
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 સી-ફૂડ પાર્ક નિર્માણ કરાશે.
  • આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતનાં લોકોને 10 લાખ રૂપિયાનું કવર અપાશે
  • ત્રણ સિવિલ મેડિસિટી બનાવવામાં આવશે. 
  • 20 હજાર સરકારી સ્કૂલના વિકાસ માટે 10 હજાર કરોડનો ખર્ચ કરાશે.
  • પાંચ વર્ષમાં 20 લાખ રોજગાર અપાશે.
  • શ્રમિકોને 2 લાખ રૂપિયાની લોન અપાશે.
  • યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે.
  • કટ્ટરવાદને દૂર કરવા માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવશે.
  • ભારત વિરોધી વિચારધારાને સમાપ્ત કરવા માટે કામ કરાશે.
  • જાહેર સંપત્તિને અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરાશે તો તેમના સામે એક્શન લેવા માટે કાયદો બનાવામાં આવશે. 
  • ગુજરાતને 1 ટ્રિલિયન ઈકોનોમી બનાવવામાં આવશે.
  • ગુજરાતમાં 1630 કિમી લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે. 
  • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે ગ્રીડ બનાવવામાં આવશે.
  • ગુજરાતની ધરતી પર જ ઓલિમ્પિક્સ થાય તે માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.
  • દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે.
  • KGથી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, 9થી 12ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, 1 લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે.
  • આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે.
  • વ્હાલી દીકરી યોજના હેઠળ 1.5 લાખની સહાય અપાશે.
  • સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે.
  • આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ કરાશે.

આ પણ વાંચો: Ballot voting: પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Gujarati banner 01