digvijay singh

Bharat jodo yatra: ભારત જોડો યાત્રામાં નાસભાગ; દિગ્વિજય સિંહ જમીન પર પડી ગયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે ચોથો દિવસ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા શનિવારે ઓમકારેશ્વરથી ઈન્દોર જવા રવાના થઈ. આ પછી રાહુલ ગાંધી પોતાની ટીમ સાથે રાજસ્થાનમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ અશોક ગેહલોત અને સચિન પાયલટને મળશે.

આ પણ વાંચો:BJP election manifesto announced: ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, અહીં જુઓ શું વાદા કર્યા

Bharat Jodo Yatra : યાત્રા દરમિયાન ચાના કાર્યક્રમ દરમિયાન ઝપાઝપી થઈ હતી અને પાર્ટીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ નાસભાગમાં જમીન પર પડી ગયા હતા. ત્યાં હાજર સમર્થકોએ તેમને સંભાળી લીધા હતા. નાસભાગમાં નીચે પડી ગયેલા દિગ્વિજય સિંહને ગંભીર ઈજા થઈ ન હતી. તેમની તબિયત સારી છે.

દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી ની પદયાત્રા આજે ઓમકારેશ્વરથી ઈન્દોર જઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધી અચાનક બરવાહથી ચાર કિમી દૂર ચોર બાવડી પાસે એક હોટલમાં ચા પીવા માટે રોકાઈ ગયા હતા. તે સમયે ત્યાં ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે દિગ્વિજય સિંહ જમીન પર પડી ગયા હતા. આ મામલા બાદ દિગ્વિજય સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

Gujarati banner 01