BJP flag

BJP sens process in amdavad: ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયાનો બીજો દિવસ, કોંગ્રેસના કબ્જામાં રહેલા વિરમગામ પર સૌની નજર

BJP sens process in amdavad: વિરમગામ પર હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા

અમદાવાદ, 28 ઓક્ટોબર: BJP sens process in amdavad: 182 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. આજે અમદાવાદ ગ્રામ્યમાં સેન્સ લેવાનીચ પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્યની વિરમગામ અને સાણંદ બેઠક પર સૌ કોઈની નજર છે. તેમાં પણ ખાસ કરીને વિરમગામ પર હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે.

વિરમગામ કોંગ્રેસના કબ્જામાં છે. ત્યારે ભાજપમાં એક તરફી હાર્દિકનું નામ છે ત્યારે પ્રાગજી પટેલ, તેજશ્રી પટેલ પણ દાવેદારી કરી શકે છે. હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે પૂર્વ ધારાસભ્યો પણ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે.

તેજશ્રીબેન પટેલે કહ્યું કે, વિરમગામ પરથી મને ટિકિટ આપે તેવી તેઓ આશા રાખી રહ્યા છે. હાર્દિક પટેલને ચૂંટણી લડાવવા માટેની વાતને લઈને કહ્યું કે, પાર્ટી જે નિર્ણય લે છે તે માન્ય રાખીશું. જૂના જોગી અને નવા દાવેદારો પણ તેમાં ઉમેદવારી નોંધાવી શકે છે. જેથી વિરમગામ પર સૌની નજર છે.

આ ઉપરાંત ચૂંટણીમાં પ્રથમ વખતે ઝંપલાવી રહેલા હાર્દિક પટેલ પર સૌ કોઈ મીત માંડીને બેઠા છે. વિરમગામ, સાણંદ બેઠક પરથી મળતી વિગતો અનુસાર હાર્દિક પટેલ ઉપરાંત વરુણ પટેલ પણ દાવેદારી કરી શકે છે.

આ પણ વાંચો: Elon musk new boss of twitter: ટ્વિટરના નવા બોસ બન્યા એલોન મસ્ક, કર્યું આ ટ્વીટ…

Gujarati banner 01