Breaking news: સીએમ રુપાણીએ ફીક્સ પગાર અને કરાર આધારિત સરકારી કર્મચારીની રજાઓને લઇ લીધો સંવેદનશીલ નિર્ણય

ગાંધીનગર, 31 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ(Breaking news) સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે. આ ૧૦ દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

April Fools Day 2021: તમે કોઇને એપ્રિલ ફૂલ બનાવવા માંગો છો, તો વાંચો આ ટિપ્સ- ખરેખર મજા આવશે…!