AprilFoolsDay

April Fools Day 2021: તમે કોઇને એપ્રિલ ફૂલ બનાવવા માંગો છો, તો વાંચો આ ટિપ્સ- ખરેખર મજા આવશે…!

April Fools Day 2021

એપ્રિલ ફૂલ ડે સ્પેશિયલ, 31 માર્ચઃ કાલે એપ્રિલ મહિનાનો પહેલો દિવસ છે એટલે કે એપ્રિલ ફૂલ ડે(April Fools Day 2021) છે. આ દિવસ મોટાભાગના લોકો મિત્રો, ભાઇ-બહેન કે પરિવારના સભ્યો સાથે મજાક-મસ્તી કરે છે. જેમાં તેની સાથે પ્રેન્ક કરે છે. પરંતુ આ મજાક કે પ્રેન્કની સાથે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઇની લાગણી ન દુભાવી જોઇએ. તો આવો ટિપ્સ જોઇએ કે કઇ રીતે તમે એપ્રિલ ફૂલ(April Fools Day 2021) બનાવી શકો છો.

  • તમે તમારા મિત્ર સાથે વાત કરતા હોવ ત્યારે તમારા મોંઢાને ફેરવો પણ અવાજ ન કરો અવાજ નહી આવે તો તમારા મિત્ર પણ કનફ્યૂઝ થઇ જશે.
  • તમારા મિત્રને કહો કે તમે બીજા દેશમાં જઇ રહ્યા છો.
  • તમારા પિતા ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તેમના મોંઢા પર મેકઅપ લગાવી દો અને સવારે જ્યારે જાગે ત્યારે તેમના રિએક્શન જુઓ
  • ઘરની ઘડિયાળના સમય બદલી શકો છો.
  • ઓરીયો બિસ્કીટને ક્રીમની જગ્યાએ ટૂથપેસ્ટથી ભરો અને તમારા મિત્રને ટ્રીટ આપો
ADVT Dental Titanium
  • જ્યૂસના કન્ટેનરને પાણી અને ખાવાના કલરથી ભરી દો પછી તમારા બાળકોને આપો તેમને આ સ્વાદ અલગ લાગશે ત્યારે તેમના રિએક્શન જુઓ
  • ડોનટ બોક્સને શાકભાજીથી ભરી અને પછી તમારા મિત્રને આપો ડોનટ કહીને
  • તમારા ઘરની બધી ફોટો ફ્રેમને ઉંચી નીચી કરી દો અને પછી જુઓ કે તમારા માતા-પિતા એને ક્યારે નોટિસ કરે છે.
  • ટીવી રિમોટના એન્ડ પર ટેપ લગાવી દો  તેના સેન્સર બ્લોક થઇ જશે
  • કોઇ ખૂણામાં સંતાઇ જાવ અને તમારો મિત્ર નીકળે ત્યારે તેને ડરાવો .
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

કામની વાતઃ નેટ બેન્કિંગ(net banking)થી ઓટોમેટીક રીતે યુટીલીટી બીલના પેમેન્ટ નહીં થાય, બદલાઇ ગયો નિયમ- વાંચો સંપૂર્ણ માહિતી