Committed suicide under the train: પાટણમાં ટ્રેન નીચે આધેડના બે ટુકડા થઈ ગયા,કપાયેલા પગ પકડીને દીકરાનું હૈયાફાટ આક્રંદ

પાટણ, 19 માર્ચ: Committed suicide under the train: શનિવારે પાટણના સુજનીપુર નજીક રેલવે-ફાટક પાસે માલગાડી પસાર થઇ રહી હતી. એ દરમિયાન અગમ્ય કારણોસર સેવંતી ભારથી ગૌસ્વામી નામના 45 વર્ષીય આધેડે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હતા છતાંય (Committed suicide under the train) અમુક સેકન્ડ તેઓ જીવંત રહ્યા હતા. તેઓ હાથથી ટ્રેનને પકડીને શ્વાસ લઇ રહ્યા હતા. તરફડતા આધેડને જોઇ પરિવારના સભ્યનું હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી પિતાએ ટ્રેન નીચે પડતું મૂક્યાની જાણ થતાં દીકરો અને દીકરી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.

ટ્રેન નીચે કપાયેલા પિતાનું ધડ તરફડિયાં મારી રહ્યું હતું. પિતાની હાલત જોઈ દીકરો તેમના પગ પકડીને હૈયાફાટ આક્રંદ કરી રહ્યો હતો. પિતાના દેહ પાસે દીકરા-દીકરીના આક્રંદથી સૌકોઈ કંપી ઊઠ્યા.

આ પણ વાંચો..CM Yogi Second Oath Ceremony: CM યોગીનો બીજો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચના રોજ યોજાશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.