The newborn girl played Holi

The newborn girl played Holi: હોસ્પિટલમાં તહેવારના દિવસે જન્મેલી બાળકીએ ઓર્ગેનિક કલર દ્વારા રમી ધૂળેટી- વાંચો વિગત

The newborn girl played Holi: ડો. અર્ચના શાહે જણાવ્યું, આ રંગ 100 ટકા નેચરલ હોમ મેડ હતો, કારણ કે નવજાત શિશુની ચામડી ખૂબ જ કોમળ હોય છે, તેથી તેની ચામડીને કોઇપણ પ્રકારનું નુકશાન ના પહોંચે તેનુ ખાસ ધ્યાન રાખ્યુ હતું.

અમદાવાદ, 19 માર્ચઃ The newborn girl played Holi: તાજેતરમાં જ લોકોએ હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરી છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે હોળી- ધૂળેટી બાદ જ લોકો શુભ કાર્યો કરે છે. હાલનો સમય વધુને વધુ આધુનિક બની ગયો છે, તે સાથે ટેક્નોલોજી એટલી આગળ વધી છે. માતા કોઇપણ પ્રકારની પીડા વિના પોતાના અનુકુળ દિવસે બાળકને જન્મ આપી શકે છે.

હોળી પહેલા હોળાષ્કના દિવસો ગણવામાં આવે છે, આ દિવસોના કારણે લોકો કોઇ શુભ કાર્ય કરતા નથી. તેથી જ અમદાવાદ શહેરના બોપલ વિસ્તાર ખાતે આવેલી સાનિધ્ય હોસ્પિટલમાં ધૂળેટીના દિવસે બાળકીનો જન્મ થયો. અહીં હોસ્પિટલના સ્ટાફે બાળકી સાથે ઓર્ગેનિક કલરથી બાળકીનું સ્વાગત કર્યું.

બાળકીના ધૂળેટીની ઉજવણી વિશે વાત કરતા ડો. અર્ચના શાહે જણાવ્યું કે, “બાળકીના પરિવારની ઇચ્છા હતી, કે જે પણ બાળકનો જન્મ થાય તે ધૂળેટીના દિવસે કરવામાં આવે તેથી ઓપરેશન ધૂળેટીના દિવસે સવારમાં કરવામાં આવ્યું હતું. આ દિવસ યાદ રહે તે માટે બાળકીને રંગ લગાવ્યો હતો. આ રંગ 100 ટકા નેચરલ હોમ મેડ હતો, કારણ કે નવજાત શિશુની ચામડી ખૂબ જ કોમળ હોય છે, તેથી તેની ચામડીને કોઇપણ પ્રકારનું નુકશાન ના પહોંચે તેનુ ખાસ ધ્યાન રાખ્યુ હતું. “

આ પણ વાંચોઃ CDS Bipin Rawat honored with Posthumous Padmavibhushan: આ તારીખે CDS જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી થશે સન્માન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.