Danta congress candidate Win

Danta congress candidate Win: દાંતા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે સતત ત્રીજી વાર વિજેતા બની હેટ્રિક મેળવી, જાણો…

  • બનાસકાંઠામાં આ વખતે ભાજપને ફાયદો થયો, 4 સીટો મળી

Danta congress candidate Win: બનાસકાંઠામાં કોંગ્રેસને 4 બેઠક મળવા છતાં 3 બેઠકનો લોસ થયો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 08 ડીસેમ્બર: Danta congress candidate Win: બનાસકાંઠામાં વિધાનસભાની 9 બેઠકોની મતગણતરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં આ વખતે પરિણામ માં ગુજરાત ના વિકાસ ની અસર જોવા મળી રહી છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા ને વિકાસ ની અમૂલ્ય ભેટ આપી છે તેની અસર આ વિધાનસભા ની ચૂંટણી ઉપર જોવા મળી રહી હે.

2017 માં બનાસકાંઠા માં 7 કોંગ્રેસ અને 2 અપક્ષ બેઠકો હતી તેના બદલે આ વખતે ભાજપ ને ફાયદો થયો છે જેમાં બે ના બદલે 4 સીટો ભાજપ ને મળી છે જયારે કોંગ્રેસ ને 7 માંથી 4 બેઠક માત્ર કોંગ્રેસ ને મળતા 3 બેઠક નો લોસ થયો છે જયારે એક બેઠક અપક્ષ ના ફાળે ગયી છે.

પાલનપુર બેઠક જે કોંગ્રેસ પાસે હતી તેને ભાજપે આચકી લીધી છે ને તેનો જસ મતદારો સહીત રાજ્ય અને કેન્દ્રસરકાર દ્વારા થયેલા વિકાસ ના ફાળે જાય છે ને હજી વધુ વિકાસ કરીશ તેવી ખાતરી નવા ચૂંટાયેલા ધારાસભ્ય એ આપી હતી. જયારે દાંતા બેઠક ઉપર કોંગ્રેસ ના ઉમેદવાર સતત ત્રીજી વાર વિજેતા બની હેટ્રિક મેળવી છે ને પોતાના થી બનતા એટલા વધુ વિકાસ ના કાર્ય કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Isudan gadhvi lost gujarat election: ખંભાળિયા બેઠક પરથી AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી હાર્યા

Gujarati banner 01