Decision to donate organs

Decision to donate organs: રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો

Decision to donate organs: હાલો અંગદાન કરવાનો સંકલ્પ કરીએ…..કોઈ નો જીવ બચે એવું કામ કરીએ…અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો

અહેવાલઃ

ગાંધીનગર, 18 સપ્ટેમ્બરઃDecision to donate organs: રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી મૂકેશભાઈ પટેલ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા) પણ આ ક્ષણે જોડાયા હતા. રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, અંગદાનનો ગરબો લૉન્ચ થતાં આ વર્ષની નવરાત્રિમાં અંબાની ભક્તિ સામાજિક સેવાના સંકલ્પની શક્તિ પ્રદાન કરશે.

અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ દાદા અને સરકારની અથાગ મહેનત, પરિશ્રમ અને પ્રયાસોથી આજે અંગદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં વેગવંતી બની છે.
આ પણ વાંચોઃ Mega Block at Jetalsar Yard: જેતલસર યાર્ડમાં બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે

Advertisement

મરણપથારીએ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા જરૂરિયાતમંદ પીડિત દર્દીને અંગદાન થકી નવજીવન મળી રહ્યું હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.. જેના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં ૯૦થી વધુ અંગદાન થયા છે. આ પ્રસંગે મંત્રીએ અંગદાનની કામગીરી સફળ બનાવનાર તબીબો, અંગદાતા પરિવારો, સામાજિક કાર્યકર્તાઓ, ગુજરાત પોલીસને સહર્ષ શુભેચ્છાઓ આપી હતી.

9ed85d2d 199b 4b1a babe 331d71c2515b


ગ્રીન કોરિડોરના સફળ વ્યવસ્થાપનના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી માત્ર ૬ મિનિટમાં અંગોને સફળતાપૂર્વક પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી કરવામાં આવતી હોવાનું જણાવી અંગદાનમાં મળેલા અંગોને વીવીઆઈપી કરતા પણ વધુ ઝડપે એરપોર્ટ સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.


ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીતકાર અને કમ્પોઝર મનુભાઈ રબારીના સંકલનથી તૈયાર કરવામાં આવેલ અંગદાનનો ગરબો ઉમંગ , ઉત્સાહ સાથે લોકોમાં અંગદાનની પ્રેરણા વધારવા સાર્થક સાબિત થશે. અંગદાન ઉપર લખાયેલ ગરબાના શબ્દો લોકોને અંગદાન માટે જાગૃત કરીને અંગદાન કરવાની પ્રેરણા આપીને અંગદાન માટે સંકલ્પબદ્ધ બનાવે છે.

Advertisement

આ પણ વાંચોઃ Vivo T1 5G launched in 3 variants: Vivo T1 5Gએ લોન્ચ કર્યા 3 વેરિએન્ટ,બજેટ સ્માર્ટફોનની કિંમત 15,990 રૂપિયાથી શરૂ, જાણો ફિચર્સ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.