Waterfall pictures as per vastu: ઘરની આ દિશામાં લગાવો વોટરફોલની તરસ્વીર થશે આ ફાયદો

Waterfall pictures as per vastu: વાસ્તુ શાસ્ત્ર અનુસાર પાણીના ફુવારાની તસવીર તમે ઘરમાં ઉચ્ચ દિશામાં લગાવો છો તો હંમેશા સૌભાગ્ય બની રહે છે

જ્યોતિષ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Waterfall pictures as per vastu: ઘરમાં હંમેશ માટે સુખ-શાંતિ બની રહે અને સાથે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે. આ સાથે જ લોકો ઇચ્છે છે કે આપણાં ઘરમાં ક્યારે પણ કોઇ તકલીફ ના પડે. આમ, જો વાસ્તુ અનુસાર વાત કરીએ તો ઘરમાં સૌભાગ્ય લાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આ માટે વહેતાં પાણીની તસવીર, વોટર ફાઉન્ટેનની તસવીર તમે ઘરમાં લગાવો છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર પાણીના ફુવારાની તસવીર તમે ઘરમાં ઉચ્ચ દિશામાં લગાવો છો તો હંમેશા સૌભાગ્ય બની રહે છે. પાણીના ફુવારાની તસવીર તમારે ઘરમાં ઉત્તર કે દક્ષિણ દિશામાં લગાવવી જોઇએ. આનાથી તમારા ઘરમાં સુખ-સમુદ્ધિ વધે છે અને સાથે ઘરમાં કલેશ પણ થતો નથી.
  • તમે તમારી બાલકનીમાં આ તસવીર લગાવો છો તો સૌથી બેસ્ટ છે. તમે ફાઉન્ટેન, કોઇ પણ વોટર પીસ તેમજ કોઇ પણ પાણી સાથે જોડાયેલી તસવીર તમે બાલકનીમાં લગાવો છો તો તમારો પરિવાર હંમેશા ખુશમાં રહે છે. આ તસવીર લગાવવાથી તમારા ધંધામાં પણ સફળતા મળે છે. બાલકનીમાં લગાવેલી આ તસવીરથી હંમેશા ઘરની તિજોરી પૈસાથી ભરેલી રહે છે.

  • વાસ્તુ અનુસાર માટીના વાસણમાં પાણી પીવું શુભ માનવામાં આવે છે. આ માટે તમે ઘરમાં માટીના વાસણમાં પાણી ભરો અને પછી એને દક્ષિણ દિશામાં મુકો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની તકલીફ પડતી નથી.
  • તમે તમારા ઘરના બગીચામાં વોટરફોલની તસવીર લગાવો. ઘરના બગીચામાં વોટરફોલની તસવીર એ રીતે લગાવો જેમાં પાણીનો ધોધ બાહ્ય બાજુમાં હોય. આનાથી તમારા ઘરમાં સુખ-સમુદ્ધિ બની રહે છે અને સાથે તમારી અનેક ઇચ્છાઓ પૂરી થાય છે. વાસ્તુ અનુસાર તમે ઘરમાં આ રીતની તસવીર લગાવો છો તો તમારી અનેક મુશ્કેલીઓનો અંત આવે છે અને તમારો પરિવાર હેપ્પી લાઇફ જીવે છે.

આ પણ વાંચોઃ Decision to donate organs: રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો

આ પણ વાંચોઃ Mega Block at Jetalsar Yard: જેતલસર યાર્ડમાં બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે

Gujarati banner 01