Vivo T1 5G launched in 3 variants

Vivo T1 5G launched in 3 variants: Vivo T1 5Gએ લોન્ચ કર્યા 3 વેરિએન્ટ,બજેટ સ્માર્ટફોનની કિંમત 15,990 રૂપિયાથી શરૂ, જાણો ફિચર્સ

Vivo T1 5G launched in 3 variants: 50MPના ટ્રિપલ રિયર કેમેરા સાથે 6.58 ઇંચની FHD+ ડિસ્પ્લે

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બરઃ Vivo T1 5G launched in 3 variants: Vivo V25 બાદ કંપનીએ ગઈકાલે ‘Vivo T1’ પણ લોન્ચ કરી દીધો છે. સિલ્કી વ્હાઇટ સહિત 3 કલરમાં ઉપલબ્ધ આ સ્માર્ટફોનના 3 વેરિએન્ટ સામે આવ્યા હતા. એક્સટેન્ડેડ RAM 2.0 ટેક્નોલોજીથી તમે 8GB રેમ વેરિઅન્ટમાં 4GB સુધી RAM વધારી શકશો. આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 15,9990 રૂપિયા છે.

50MP ટ્રિપલ રિયર કેમેરા
6.58 ઇંચની ફુલ HD+ IPS LCD ડિસ્પ્લેમાં તમે 1080 * 2408 પિક્સલ રિઝોલ્યુશનના વીડિયો જોઇ શકશો. 187 ગ્રામના આ સ્માર્ટફોનમાં તમને 50MP, 2MP અને 2MPનો ટ્રિપલ રિયર કેમેરા મળશે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી કેમેરો 16MPનો છે અને રિયર ફ્લેશ પણ છે.

‘Vivo T1’ 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 4GB RAM + 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોન તમને 15,990 રૂપિયા અને 6GB RAM સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળું વેરિઅન્ટ તમને 16,990 રૂપિયામાં મળશે. આ સિવાય યુઝર્સ 8GB RAM+ 128GB ઇન્ટરનલ સ્ટોરેજનું વેરિઅન્ટ 19,990 રૂપિયામાં ખરીદી શકશે.

આ પણ વાંચોઃ Kriti is dating Prabhas: બોલિવુડ એક્ટ્રેસ ક્રિતી સેનન સાઉથ સુપર સ્ટારને ડેટ કરી રહી હોવાની અટકળો- વાંચો વિગત

આ ઉપરાંત તમે OTG કેબલનો ઉપયોગ કરીને રિવર્સ ચાર્જિંગનો લાભ પણ મેળવી શકશો. વીવોએ આ સ્માર્ટફોન ફુલ ચાર્જ કર્યા બાદ 19 કલાકની યુટ્યુબ સ્ટ્રીમિંગ, 25 કલાક કિન્ડલ અને લગભગ 7.6 કલાક ગેમિંગ પ્લેબેકનો દાવો કર્યો છે.

4GB સુધી એક્સટેન્ડેડ RAM 2.0 ટેક્નોલોજીથી તમે રીડ-ઓન્લી-મેમરી (ROM)થી 4GB સુધીની વધારાની RAMનો ઉપયોગ કરી શકો છો. તમારા સ્માર્ટફોનમાં વધુ પડતી એપ્સ હોવા છતાં પણ મોબાઇલની સ્પીડ સાથે કોઇ બાંધછોડ કરવી નહીં પડે. સ્નેપડ્રેગન 695 5Gના પાવરફુલ પ્રોસેસરથી તમે આ સ્માર્ટફોનને હાઇ સ્પીડમાં યૂઝ કરી શકશો.

120hzની પ્યોર ઈમર્શન સ્ક્રીન પર મોશન ગ્રાફિક્સનો સ્મૂથ લુકિંગ વ્યુ મળશે. આ સ્માર્ટફોન રેઈન્બો ફેન્ટસી, સ્ટારલાઈટ બ્લેક અને સિલ્કી વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ કૂલિંગ સિસ્ટમથી મોબાઈલ હેવી યુઝ કર્યા બાદ પણ ગરમ નહીં થાય. સામાન્ય રીતે ગેમ રમતી વખતે મોબાઇલ ઝડપથી ગરમ થઇ જાય છે. મોબાઇલ ગેમિંગ યુઝર્સ માટે આ સુવિધા ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચોઃ Deputy PM of Singapore on a visit to Gandhinagar: સિંગાપોરના ડેપ્યુટી PM શ્રીયુત લોરેન્સ વોંગ સાથે CMની ગાંધીનગરમાં મુલાકાત, વ્યાપારિક-ઔદ્યોગિક-સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરાશે

Gujarati banner 01