Deesa: ડીસામાં ભાજપના નેતાના પુત્રએ યુવતી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

Harshvardhan accused

ડીસા (Deesa) માં ભાજપ ના આગેવાન અને નેતા ના પુત્ર એ અમદાવાદ માં ખાનગી દુકાન માં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ કર્યા બાદ વિડીયો ઉતારી વાઇરલ કરતા અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ દુષ્કર્મ ની ફરીયાદ નોંધાઈ છે.

  • અમદાવાદની યુવતી ને વિશ્વાસમાં લઇ દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ થતાં અમદાવાદમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ

અહેવાલ: ભરત સુંદેશા
ડીસા, ૦૬ એપ્રિલ:
ડીસા (Deesa) હાઇવે પરની સોસાયટીમાં રહેતા અને હાલ અમદાવાદમાં રહેતા હર્ષવર્ધન વિજયભાઈ ચક્રવતી કે જેઓ અમદાવાદ સિંધુ ભવન એપાઈમેન્ટ માં રહેતી એક યુવતી સાથે ફેસબુકમાં મિત્રતા કેળવ્યા બાદ વિડીયોકોલ માં કપડા ઉતરાવી અને બાદમાં નગ્ન ફોટો વાઈરલ કરતા સમગ્ર ઘટનાની જાણ ભોગબનનનાર યુવતી એ હર્ષવર્ધનની બહેનને જાણ કરી હતી.

ADVT Dental Titanium

ત્યારે તેના ભાઈ સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી પરંતુ બાદમાં લગ્ન ન કરી અને યુવતીના ફોટો વાયરલ કરી દેતા યુવતીએ અમદાવાદ વસ્ત્રાપુર માં હર્ષવર્ધન વિજયભાઈ ચક્રવતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે

Whatsapp Join Banner Guj

હર્ષવર્ધન ચક્રવતી ડીસા (Deesa)ના ભાજપના નેતાના પુત્ર છે અને તેઓ અગાઉ વડગામમાં ભાજપમાંથી વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂકેલા છે અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂકયા છે ત્યારે આ ઘટનાને લઇને બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો…Rajkot corona caseમાં વધારો: પોલીસ કર્મી અને શિક્ષકો થયા સંક્રમિત, સીએમ રુપાણીના ભાઇ લલિત રુપાણી સહિત પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ