Diamond bourse surat

Diamond bourse surat: સુરતમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થયુ, આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે

Diamond bourse surat: ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે, તેમજ કુલ 4200 ઓફિસ ડાયમંડ બુર્સમાં આવી

સુરત, 23 મેઃDiamond bourse surat: સુરતમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થયુ છે. જેમાં આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે. તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. તેમજ કુલ 4200 ઓફિસ ડાયમંડ બુર્સમાં આવી છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

1 ડાયમંડ બુર્સનું હાલ તો વહેલી તકે ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે. એટલું જ નહીં, ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે.

દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. વિઓ 2 અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ 5 players who hit the most sixes in IPL 2022: IPLના ઈતિહાસમાં પ્રથમ વખત એક સિઝનમાં 1000 સિક્સર, ટોપ 5 ખેલાડીઓમાં માત્ર એક ભારતીય

સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે. ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે.

ટિકર મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ નું સો ટકા કામ પૂર્ણ. આગામી 5 જૂન ના રોજ કરવામાં આવશે ગણેશ સ્થાપના. ડાયમંડ બુર્સ ની તમામ ઓફીસ ના મલિક એક સાથે પ્રગટાવશે દિવા. કુલ 4200 ઓફીસ આવી છે ડાયમંડ બુર્સ માં. 5 જૂને સાંજે મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન. વહેલી તકે ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શકયતા.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ A new variant in india: ભારતમાં ફરી એક નવું વેરિઅન્ટ સામે આવ્યું છે, સાવચેત રહેવાની જરૂર છે

Gujarati banner 01