Pre monsoon enters Gujarat rain

Pre-monsoon enters Gujarat: ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ, આ વિસ્તારમાં વરસાદની થઈ એન્ટ્રી

Pre-monsoon enters Gujarat: ૧૨થી ૧૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ

અમદાવાદ, 23 મે: Pre-monsoon enters Gujarat: ગુજરાતમાં મોડી રાત્રે સામાન્ય વરસાદ સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો ત્યારે સુરતની અંદર હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે. આગામી ૪૮ કલાકમાં હજુ પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા વધુ રહેલી છે. ત્યારે છેલ્લા બે દિવસથી સતત ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. સુરત શહેરમાં વરસાદ નોંધાતા ગરમીથી લોકોએ રાહત અનુભવી છે. મોડી રાત્રે એક વખત વરસાદ થતા સુરતની અંદર વાદળછાયું વાતાવરણ અત્યારે પણ જોવા મળી રહ્યું છે.

Pre-monsoon enters Gujarat: ૧૨થી ૧૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઇ હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે પણ વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારો સુરતમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ભારે પવન જોવા મળી રહ્યો છે.

દિવસે અને રાત્રે દરમિયાન પવનની ગતિ તેજ બનતી જોવા મળી છે. જેના કારણે ગરમીથી લોકોને રાહત અનુભવાઇ છે. આગામી સમયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે કમોસમી વરસાદ પણ ૨૫ થી ૩૦ મે દરમિયાન થાય તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે જૂન મહિનાની અંદર બીજા સપ્તાહમાં જ ગુજરાતમાં ચોમાસુ બેસશે.

આ પણ વાંચો..5 players who hit the most sixes in IPL 2022: IPLના ઈતિહાસમાં પ્રથમ વખત એક સિઝનમાં 1000 સિક્સર, ટોપ 5 ખેલાડીઓમાં માત્ર એક ભારતીય

Gujarati banner 01