Disha Patni

દિશા પટનીને મોસ્ટ ડિઝાયરેબલ વુમનનો ખિતાબ,કૈટરિના-દીપિકાને આપી પછડાટ

Disha Patni

અહેવાલ: હેમાલી ભટ્ટ

બોલીવુડ અભિનેત્રી દિશા પટની માત્ર અભિનયમાં જ નહીં,પરંતુ પોતાની ખુબસૂરતીને લઈને પણ ખુબ ચર્ચામાં છે,ખુબ થોડા સમયમાં દિશાએ કરોડો લોકોના હ્રદયમાં જગ્યા બનાવી લીધી,દિશાએ વર્ષ 2016માં ફિલ્મ એમ.એસ.ધોનીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.માત્ર ચાર જ વર્ષમાં તે લોકો પસંદ બની ગઈ છે.દિશાએ દીપિકા પાદુકોણ,કૈટરિના કૈફ અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓને પછાડટ આપીને વર્ષ 2019ની મોસ્ટ ડિઝાયરેબલ વુમનનો ખિતાબ મેળવ્યો છે.બોલ્ડ અને ગ્લેમરસ અવતાર માટે ચર્ચામાં રહેનારી દિશાને પ્રશંસકોએ મત આપીને 2019ની મોસ્ટ ડિઝાયરેબલ વુમન માટે પસંદગી કરી છે,દિશાએ પ્રશંસકોનું અભિવાદન સ્વીકારતા કહ્યું કે –હું ફૈન્સથી મળી રહેલા પ્રેમ માટે ખુબ આભારી છું.

આ એક ખુબસૂરત લાગણી છે, જો મઝેદાર વાત એ છે કે દિલથી હજુ પણ હું ટૉમબૉય છું,જેમ પહેલા હતી.આ લિસ્ટમાં દિશા પટની બાદ સુમન રાવ,કૈટરીના કૈફ,દીપિકા પાદુકોણ,વર્તિકા સિંહના નામ શામેલ છે.