Vadodara drugs accused

Durgs sezied in Vadodara: ગુજરાતમાં ફરી ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ, જાણો વિગતે…

Durgs sezied in Vadodara: વડોદરાના સિંઘરોટ ગામના ખેતરમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ૫ લોકોની કરવામાં આવી અટકાયત…

ગાંધીનગર, 30 નવેમ્બર: Durgs sezied in Vadodara: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સંસ્કાર નગરી વડોદરાને ફરી એક વાર ડ્રગ્સનું લાંછન લાગ્યું છે. હજી બે મહિના પહેલાં જ સાવલીના મોક્ષી ગામેથી 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યાં હવે શહેરને અડીને આવેલા સિંઘરોટ ગામના ખેતરમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ATSએ દરોડા પાડીને લગભગ રૂ. 500 કરોડની કિંમતનું ડ્રગ્સ એટલે કે પ્રતિબંધિત એમડી ડ્રગ જપ્ત કર્યું છે.

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌિરીનાઓને બાતમી હકકકત મળેલ કે, મો.શફી ધમસ્કીન કિવાન ઉ.વ.૪૮ રહે. ફૈજલ પાકક, ભોજા તળાવ પાસે, નડીયાિ તેના અન્ય સહયોગીઓ સાથે મળીને વડોિરા શહેર તમજ આસપાસના ગ્રામ્ય ધવસ્તારમાાં કોઇ ફેકટરીમા ગે.કા. માિક પિાથક મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે.

ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક સુનીલ જોશીનાઓને જાણ કરી આ માહિતીને ટેકનીકલ તથા હ્યુમન રીસોસીસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલોપ કરી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે તા. 29/11/2022 ની મોડી રાત્રે ગુજરાત એ.ટી.એસ. ના પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીનાઓના નેતૃત્વમાાં પો. ઈન્સ. વી. એન. વાઘેલા, પો.સ.ઇ. એ. આર. ચૌધરી, પો.સ.ઇ. કે. બી. દેસાઇ, પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા કમકચારીઓની ટીમે વડોદરા ખાતે અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ જેટલા ઈસમોને પકડી પાડેલ છે.

તેમજ વડોદરા ગ્રામ્યના સીંધરોટ ગામ ખાતે રેડ કરી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી. જેમાં ૬૩ કિલો ૬૧૩ ગ્રામ તૈયાર મેફેડ્રોન તથા ૮૦ કિલો ૨૬૦ ગ્રામ મેફેડ્રોન બનાવવા માટે તૈયાર કરેલ લીકવીડ જે કુલ અંદાજિત કિંમત રૂ. ૪૭૮.૬૫ કરોડ નો મુદ્દામાલ તથા મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગમા લીધેલ મશીનરી કબ્જે કરેલ છે.

આ રેડ દરમ્યાન નીચે મુજબના ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે…

(૧)સૌમીલ ઉર્ફે સેમ સુરેશચન્દ્ર પાઠક ઉ.વ.૫૭ રહે. ૫, એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પીટલ પાસે, સુભાનપુરા, વડોદરા.
(૨)શૈલેષ ગોવિંદભાઇ કટારીયા ઉ.વ.૪૫ રહે. ૫૦, ભાગ્યલક્ષ્મી સોસાયટી, રીફાઇનરી રોડ, ગોરવા, વડોદરા, Education: B.Sc. Chemistry
(૩)વિનોદભાઈ ઉર્ફે પપ્પુ રમણભાઇ નિજામા, ઉ.વ.૪૨ રહે. ગામ-સીંઘરોટ, શ્રમ મંદિર પાસે, નીઝામપુરા, તા.જિ-વડોદરા
(૪) મો.શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દિવાન ઉ.વ.૪૮ રહે. ફૈજલ પાર્ક, ભોજા તળાવ પાસે, નડિયાદ.
(૫) ભરતભાઇ ભીમાભાઇ ચાવડા ઉ.વ.૪૭ રહે, સી/૪૪, પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રી રોડ, વડોદરા.

આ પણ વાંચો: Hiralben Gadhvi door to door meet voters: ઇસુદાન ગઢવીના પત્ની હિરલબેન ગઢવીએ ભાણવડ ગામના મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી લોક સંપર્ક કર્યું

Gujarati banner 01