CM

E launching & special muhurta: ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા કરોડના પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

  • ગુજરાતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને ગુજરાતી હોવાનો ગર્વ થાય છે”- સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર.શાહ
  • કૌટુંબિક વિવાદોના નિકાલ માટે ‘સમજાવટનું સરનામુ’ ઝુંબેશ ગુજરાત સરકારનો નવતર પ્રયોગ”- રાજેન્દ્ર ત્રિવેદી

E launching & special muhurta: ન્યાયપાલિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની સાથે પર્યાવરણની પણ લેવાઈ રહી છે કાળજી: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 22 ઓક્ટોબર: E launching & special muhurta: ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. સાથોસાથ લોકોને સરકાર પર પણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસથી સરકાર કાર્યરત છે.

ન્યાયતંત્રનો પણ વિકાસમાં ખૂબ મોટો હિસ્સો છે. ન્યાયાલયનો એક ચુકાદો લોકોનું જીવન બદલી દે છે. આટલી મોટી જવાબદારી વચ્ચે પણ અંતરનાદ સાંભળીને જ્યૂડિસરી સિસ્ટમ કામ કરી રહી છે. ત્યારે આપણે સહુ પણ એકબીજામાં પરમાત્માને જોઈએ તો સમગ્ર પરિસ્થિતિ બદલી જાય. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકાઓના 41 સ્થળો પરથી મહાનુભાવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

આ પ્રસંગે પર્યાવરણની જાળવણીની પ્રશંશા કરી મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિનો મંત્ર ગુજરાતે અપનાવ્યો છે. ગુજરાતની ન્યાયપાલિકાઓ પણ એ દિશામાં કાર્યરત છે. દેસર તાલુકા કોર્ટ પરિસરમાં 2000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. જે ખૂબ આનંદની વાત છે. વિકાસની સાથે પર્યાવરણની પણ જાળવણી જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિશન લાઈફનું ગ્લોબલ લોન્ચિંગ કર્યું છે. ત્યારે પર્યાવરણને અનુરૂપ કાર્યશૈલી વિકસે તે ખૂબ જ સારી વાત છે. એમ તેમણે ઉમેર્યું હતું.

CM patel

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિડીયોકોન્ફરન્સથી ન્યાય પાલિકાની કામગીરી કોરોનાના કપરાકાળમાં પણ યથાવત રાખી તેના પગલે આપણી ન્યાય પાલિકાનું ગૌરવ-સન્માન વધ્યુ છે. સૌ સાથે મળીને ન્યાયતંત્રની મજબૂત નિગરાનીમાં ઉત્તમ માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાતની સુવિકસિત, સુરક્ષિત રાજ્ય તરીકેની છબીને વધુ ઉજ્જવળ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ન્યાયપાલિકાના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરે છે. સમય અને શક્તિનો બચાવ કરતો અનોખો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો છે, જે બિરદાવવા લાયક છે. ન્યાયાલયો સાથે ન્યાયતંત્રના કર્મચારીઓ માટે 62 કરોડના ખર્ચે આવાસો બનવવામાં આવ્યા છે જે ન્યાયપાલિકા ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે.

ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, કાયદાના કર્મચારીઓને વેતનમાં વધારો અપાયો, તેમજ કૌટુંબિક વિવાદો માટે ફેમિલી ફર્સ્ટ નેજા હેઠળ ‘સમજાવટનું સરનામુ’ નામની ઝુંબેશ શરૂ કરીને સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો હલ કરવા 7 સભ્યોની સમિતિ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. સાથોસાથ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી એક્ટમાં સુધારો, 22,605 તકરારી-બિનતકરારી કેસોનો નિકાલ, ચેરિટી ભવનોનું લોકાર્પણ, બાર કાઉન્સિલના સભ્યોના પરિવારોના વેલ્ફેર માટે 6 કરોડની સહાય સહિતના કાર્યો એ સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.

આ પ્રસંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, 6 કોર્ટ સંકુલની નવી ઈમારતોનું લોકાર્પણ, 6 કોર્ટ સંકુલની બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત, તાલુકા કક્ષાની 14 નવી કોર્ટ ઇમારતોનું ખાતમુહૂર્ત, 15 સ્થાનોએ સ્ટાફ માટેના આવાસોનું ખાતમુહૂર્ત સહિત કુલ 41 સ્થાનો પર એક જ સમયે તમામ મહાનુભાવોની હાજરીમાં વર્ચ્યુલી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે ન્યાયતંત્રમાં આવેલા ડિજિટલાઈઝેશનની સાબિતી આપે છે.

રાજ્ય સરકાર દ્વારા કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા મજબૂત ઈન્ફરાસ્ટ્રક્ચર પૂરા પાડવા સંપૂર્ણ સહકાર પૂરો પાડવામાં આવે છે, આજનો કાર્યક્રમ તેની સાબિતી છે. જ્યુડિશિયલ કાર્ય, વહીવટી કાર્ય, અને ઈન્ફરાસ્ટ્રક્ચર અંગેની તમામ બાબતોમાં રાજ્ય સરકાર અને સુપ્રીમ કોર્ટનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે.

સાથોસાથ લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે ન્યાયપાલિકા સાથે સંકળાયેલા સહુની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂના કેસોનો નિકાલ કરવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં મોખરાના સ્થાને છે. 40 વર્ષ જૂના 122 કેસો પણ છેલ્લા એક વર્ષમાં ઉકેલાયા છે.

આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું હતું કે, એકસાથે 41 સ્થળો પર ઉદ્ઘાટન, ખાતમુહૂર્તનો આ પ્રસંગ ખરેખર અનોખો છે. ગુજરાતના ન્યાયતંત્ર માટે આ એક યાદગાર દિવસ છે. ગુજરાતના ન્યાયતંત્રના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે, જનતાના હિત માટે સરકારે હરહંમેશ તૈયારી દર્શાવી છે. જેના ભાગરૂપે આજે ગુજરાતની ન્યાય વ્યવસ્થા અને ન્યાય ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરની દેશભરમાં નોંધ લેવાય છે.

ગુજરાતની જિલ્લા અદાલતોના ભવનો કોઈ કોર્પોરેટ ઓફીસના બિલ્ડિંગની સમકક્ષ છે. લોકોનો આજે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે, જેને યથાવત રાખવો આપણી ફરજ છે. જિલ્લા, તાલુકા કોર્ટના ભવનો સાથે જ કર્મચારીઓના આવાસોનું પણ ઉદ્દઘાટન થયું છે, જે સરકારની સુચારુ ન્યાય વ્યવસ્થા માટેની તત્પરતા દર્શાવે છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જસ્ટિસ સોનિયા ગોકાણીએ જણાવ્યું હતું કે, દરેક વિટંબણા કોઈ આશીર્વાદ સાથે આવે છે અને નવી દિશા લાવે છે. કોવિડ સમયે વર્ચ્યુઅલ કામગીરી એ આપણી આવશ્યકતા હતી, જે સરળતા અને સુગમતા લાવનારી સાબિત થઈ છે. ઑનલાઇન કોર્ટ, મશીન લરનિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી આજે કાયદા વ્યવસ્થાનો ભાગ બન્યા છે, અને આજે એક સાથે અનેક જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન પણ ડીજીટલાઈઝેશનને આભારી છે, આ વ્યાપક વ્યવસ્થાઓના નિર્માણ બદલ તેમને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

આ વેળાએ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુલ ઉદ્દઘાટન અવસરનો ભાગ બનીને આનંદની લાગણી અનુભવાય છે. ગુજરાત હંમેશા ન્યાયપાલિકા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આગળ રહ્યું છે. ગુજરાત સરકાર ન્યાયતંત્રને વધુ સુગમ અને સુચારુ બનાવવા માટેની બાબતોમાં હર હંમેશ સાથ આપી રહી છે. ન્યાયતંત્રના બજેટમાં છેલ્લાં વીસ વર્ષમાં આશરે 1200 ટકાનો જંગી વધારો કરીને આ વર્ષે આપણે ૧,૭૪૦ કરોડ રૂપિયાનું માતબર બજેટ સરકારે આપ્યું છે.

સમારોહના અંતે ન્યાયમૂર્તિ એન.વી.અંજારીયાએ આભારવિધિ કર્યો હતો. આજના આ સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણી, એન.વી.અંજારીયા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, રજીસ્ટ્રાર જનરલ આઈ.કે.દેસાઈ, જ્યૂડીશયલ રજીસ્ટ્રાર ડી.એ.જોશી તેમજ સુપ્રિમકોર્ટ અને હાઇકોર્ટના પૂર્વ ન્યાયધીશો, અમદાવાદ જિલ્લાના જ્યુડિશિયલ ઓફિસર્સ, હાઇકોર્ટના વકીલો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સંચાલન તેમજ ઉદબોધન રાષ્ટ્રભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતીમાં થયું, જે આજના કાર્યક્રમની વિશેષતા રહી. મેટ્રો પોલિટન અને સિવિલ કોર્ટના કર્મચારીઓના હસ્તે સ્ટાફક્વાર્ટનો શિલાન્યાસ કરાયો

સમારોહની વિશેષતા
◆ કાર્યક્રમમાં સંચાલન, ઉદબોધન હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં થયું.
◆ અમદાવાદ મેટ્રો પોલિટન અને સિવિલ કોર્ટના કર્મચારીઓના હસ્તે સ્ટાફક્વાર્ટનો શિલાન્યાસ કરાયો.

આ પણ વાંચો: Ahmedabad-patna festival special train: પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Gujarati banner 01