Shri Ashutosh Maharaj image 600x337 1

Shri Ashutosh Maharaj: ઘટમાં દિવ્ય પ્રકાશના દીવાઓ પ્રગટાવીને અલૌકિક દીપાવલીની ઉજવણી કરો

શ્રી આશુતોષ મહારાજ જી (Shri Ashutosh Maharaj) (સ્થાપક અને સંચાલક, દિવ્ય જ્યોતિ જાગૃતિ) સંસ્થાન

અમદાવાદ , 23 ઓક્ટોબર: Shri Ashutosh Maharaj: આમ તો સૂર્યોદય સાથે શરૂ થતો દરેક દિવસ માનવ સંસ્કૃતિની મહાન ગાથાના સુવર્ણ અધ્યાય તરીકે આવે છે. પરંતુ કેટલાક દિવસો પોતાની અંદર રહેલ એવા મહત્વપૂર્ણ સંદેશાઓ સાથે ઉગે છે કે માનવ સમાજ તેમને યુગો-યોગો સુધી ભૂલી શકતો નથી. આવા અવિસ્મરણીય દિવસોને તહેવારો કે પર્વોનાં રૂપે ઉજવવામાં આવે છે. ખાસ કરીને તહેવારોના સંદર્ભમાં ભારત સૌથી સમૃદ્ધ દેશ છે. તહેવાર એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે, જીવનનો સાથ અને પોષક છે. કારણ કે ભારતીય તહેવારોમાં એવી ઉર્જા હોય છે, જે ધાર્મિક વિધિઓથી વંચિત રહી ગયેલી માનવ જાતિને પુનર્જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સાંસ્કૃતિક ઉત્સવોની શ્રેણીમાં, મુકુટમણિ સ્થાને જો કોઈ ઉત્સવ હોય તો તે કારતક મહિનાની અમાવાસ્યા પર ઉજવવામાં આવ તો -‘દીપાવલી ઉત્સવ’ છે. આ તહેવારનું નામ જ તેની ઉજ્જવલતા અને પ્રકાશીતતાને પ્રકટ કરે છે. ‘દીપ’ એટલે દીવો કે દીપક. ‘અવલી’ એટલે પંક્તિ. એટલે કે દીવાઓની હારમાળા. આ તહેવાર પર ઝગમગતા દીવાઓ એક જ સંદેશ આપે છે – તમારા આંતરિક તમસને દૂર કરો. ઝગમગતા દીવા આપણને અંદરના અસ્તિત્વમાં ઈશ્વર-જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત કરવાનું કહે છે, પછી ભલેને ઘોર અમાવસ્યા જ કેમ ન હોય ? આપણને ઝગમગતા દીવાની જેમ પ્રકાશિત થવા કહે છે.

તેથી, આ તહેવાર ભવ્યતાનો તહેવાર નથી. તે મહાન સંદેશાઓનો વાહક છે. જો આપણે દીપાવલી ઉજવવાના સૌથી પ્રચલીત કારણ પર નજર કરીએ, તો આપણે જોઈશું કે તે મુખ્યત્વે શ્રી રામ-સીતાના અયોધ્યા પરત ફરવાના આનંદનો તહેવાર છે. ત્રેતાયુગની આ સમગ્ર ઘટના પોતાની અંદર એક અલૌકિક સંદેશ વહન કરે છે.

આધ્યાત્મિક દ્રષ્ટિકોણ મુજબ સીતા આત્માનું પ્રતીક છે. તે મન રૂપી રાવણની દેહરૂપી લંકામાં કેદ છે. મનમાં પ્રવર્તતી ઈચ્છાઓ અને વિકારો આસુરી શક્તિઓના પ્રતિક છે. તે જાતજાતની યાતનાઓ અને સતત લાલચ આપીને આત્મા (સીતા)ને ત્રાસ આપતા રહે છે. આ જાણીતું છે કે, આવી સ્થિતિમાં શ્રી હનુમાન રામદૂત સ્વરૂપે અશોક વાટિકામાં પહોંચ્યા. હરણના સમયે સીતાજી એકવાર રાવણનો ઋષિવેશ જોઈને છેતરાઈ ગયા હતા. એટલા માટે આ વખતે તેમણે તરત જ હનુમાનજી પર વિશ્વાસ ન કર્યો. તેમણે રામદૂત હોવાનો પુરાવો માંગ્યો.

હનુમાનજીએ તેમની સામે ભગવાન શ્રી રામની મુદ્રા પુરાવા તરીકે રજૂ કરી. આ મુદ્રામાં સીતાજીએ ભગવાન રામના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. તે જોઈને જ તેમણે હનુમાનજીને ભગવાન રામના દૂત તરીકે સ્વીકારી લીધા. ભગવાનની અલૌકિક દ્રષ્ટિએ નિરાશ સીતામાં અતૂટ વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો કે તે ટૂંક સમયમાં ભગવાનને મળવાનો આનંદ મેળવશે. આ વિશ્વાસ, આ ખાતરી દરેક યુગમાં, દરેક આત્મા પોતાના માટે ઇચ્છે છે. રામદૂત હનુમાન એક પૂર્ણ સતગુરુનું પ્રતીક છે. આપણા આત્માને પણ મન સ્વરૂપે રાવણના શાસનમાંથી મુક્ત થવા માટે આવા સતગુરુની ખૂબ જ જરૂર છે.

Gujarati banner 01

આ વાર્તા અન્ય એક મહત્વપૂર્ણ હકીકતને પ્રકાશિત કરે છે. વર્તમાન સમયમાં ભગવા વસ્ત્રોમાં સજ્જ પ્રચારકો સર્વત્ર જોવા મળે છે. આવી સ્થિતિમાં સીતાજીની જેમ દરેક સાધકે તેમની પાસેથી પોતાની પૂર્ણતાનો પુરાવો માંગવો પડે છે. જેઓ પૂર્ણ ગુરુ છે, તેઓ સાબિતી તરીકે બ્રહ્મજ્ઞાનની મહોર આપશે. આ જ્ઞાન દ્વારા, શિષ્યને તેની અંદર રહેલા પરમ પ્રકાશ (શ્રી રામ)ના પ્રત્યક્ષ દર્શન થશે. વાસ્તવમાં, આ ગુરુની સત્યતાનો પુરાવો છે. પછી જે રીતે સીતાજી પોતાની મુક્તિ વિશે સંપૂર્ણ નિશ્ચિત બની ગયા હતા, તે જ રીતે સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ એક શિષ્ય પૂર્ણપણે નિશ્ચિત બની જાય છે.

તેમની પાસેથી ભગવાનના દર્શન પ્રાપ્ત કર્યા પછી, તે પણ મુક્તિ અને ભગવાન સાથેના જોડાણના માર્ગ પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે આગળ વધે છે અને નિઃશંકપણે લક્ષ્યને પ્રાપ્ત કરે છે. એક પૂર્ણ સતગુરુની હાજરીમાં, શિષ્ય પોતાની અંદર અલૌકિક દીપાવલી ઉજવે છે.સતગુરુની કૃપાથી શિષ્યનું હૃદય દિવ્ય દીવાઓ, અસંખ્ય દીપ-શિખાઓ અને સોનેરી પ્રકાશથી ભરાઈ જાય છે, આ જ પ્રકાશના પર્વનું સાર્થક સ્વરૂપ છે. દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન તમામ વાચકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

આ પણ વાંચો..Ahmedabad-patna festival special train: પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *