MSU Baroda 365x240 1

મહત્વનો નિર્ણય: મહામારીના સમયમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા(exam) આપવા દેશે ગુજરાતની આ યુનિવર્સિટી

વડોદરા, 30 મેઃexam: કોરોનાના સંક્રમણ વચ્ચે ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ છે અને તેના કારણે આ વખતે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે.સામાન્ય રીતે ફી ના ભરી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાતી  નથી પણ કોમર્સ ફેકલ્ટીના ધ્યાનમાં આવ્યુ હતુ કે, મોટી સંખ્યામાં આ વખતે વિદ્યાર્થીઓએ ફી ભરી નથી. ફેકલ્ટી ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસનો સંપર્ક કર્યો હતો અને ધ્યાન દોર્યુ હતુ.એ પછી વાઈસ ચાન્સેલરે પણ કોરોનાની સ્થિતિને જોતા  ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવા માટે લીલી ઝંડી આપી હતી.આમ ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા(exam) આપી શકશે.

exam

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષા(exam)નો ૩૧ મેથી પ્રારંભ થવાનો છે.આ પરીક્ષા (exam) માટે એક મહત્વનો નિર્ણય સત્તાધીશોએ લીધો છે. જે પ્રમાણે એફવાયબીકોમના જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તેમને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.આવા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૦૦ જેટલી થવા જાય છે.મળતી વિગતો પ્રમાણે કુલ ૭૮૦૦ વિદ્યાર્થીઓ એફવાયબીકોમની ઓનલાઈન ઈન્ટરનલ પરીક્ષા આપવાના છે.સત્તાધીશોના ધ્યાનમાં આવ્યુ હતુ કે, આ પૈકીના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી નથી.

ADVT Dental Titanium

સરકારના મેરિટ બેઝ્ડ પ્રોગ્રેસનનો લાભ વિદ્યાર્થીઓને આપવા માટે ફેકલ્ટીએ એફવાયબીકોમની પરીક્ષા(exam) લેવી જરુરી છે.કારણકે આ પરીક્ષાના પરિણામના ૫૦ ટકા અને અગાઉના સેમેસ્ટરના પરિણામના ૫૦ ટકા માર્કસને ગણતરીમાં લઈને વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર થવાનુ છે.દરમિયાન હવે અન્ય ફેકલ્ટીઓમાં પણ ફી નહીં ભરી શકનારા વિદ્યાર્થીઓને આ જ રીતે રાહત આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો….

પુલવામામાં શહીદ થયેલા મેજરના પત્નિ નિકીતા કૌલ (nitika kaul) પણ કરશે દેશની સેવા, ભારતીય સેનામાં વિધિવત જોડાયા- વાંચો સંપૂર્ણ વિગત