Nikita kaul

પુલવામામાં શહીદ થયેલા મેજરના પત્નિ નિકીતા કૌલ (nitika kaul) પણ કરશે દેશની સેવા, ભારતીય સેનામાં વિધિવત જોડાયા- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 30 મેઃ પુલવામાં હુમલામાં શહીદ થયેલા પોતાના પતિ મેજર વિભૂતિ શંકર ધૌંદિયાલના પદચિન્હ પર ચાલતા નિકિતા કૌલ (nitika kaul) શનિવારે સેનામાં જોડાયા છે. સેનાની ઉત્તરી કમાનના કમાંડર લેફ્ટિનેંટ જનરલ વાઈ કે જોશીએ તમિલનાડૂના ચેન્નઈમાં અધિકારીઓની પ્રશિક્ષણ એકેડમીમાં તેમના ખભે સ્ટાર લગાવ્યા હતા.

રક્ષા મંત્રાલય, ઉધમપુરના જનસંપર્કના સત્તાવાર ટ્વિટર હેંડલ પર આ સમારંભનો એક ટૂંકો વીડિયો શેર કર્યો છે.

Whatsapp Join Banner Guj

સેનામાં જોડાયા બાદ નિકીતા(nitika kaul) કહ્યું…” મારી યાત્રા હજૂ શરૂ થઈ છે, છેલ્લા 11 મહિનામાં મેં ઘણુ બધુ શિખ્યુ છે. હુ એ તમામનો આભાર માનુ છુ, જેણે મારા પર વિશ્વાસ મુક્યો. મારી સાસુ, મારી મા જે મારી આ જર્નીનો ભાગ રહ્યા છે. તેમના વગર હુ આ ન કરી શકુ. હું બસ એટલુ કહેવા માગુ છુ કે, જે રીતે આપ લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો છે, તેના કારણ મારી આ જર્ની સરળ બની છે. હું સૌને એજ કહેવા માગુ છુ કે, મારા પર વિશ્વાસ રાખજો. આપે જે પણ નક્કી કર્યુ છે, તેને કરતા આપને કોઈ રોકી શકશે નહીં. બસ વિશ્વાસ રાખો. “

ઉલ્લેખનીય છે કે, મેજર ધૌંદિયાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા અને રાષ્ટ્ર માટે તેમના બલિદાનને લઈને તેમને શૌર્ય ચક્ર (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટ્વિટ બાદ કેટલાય લોકોએ સેના અને શહીદ સૈન્ય કર્મીની પત્ની(nitika kaul)ના ખૂબ વખાણ કર્યા હતા.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

CM રુપાણી(CM rupani)એ કરી “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની મહત્વપૂર્ણ જાહેરાત, કહ્યું- કોરોનાથી માતા-પિતા ગુમાવનાર બાળકો નિરાધાર નહી સરકારી બાળકો છે