Old age

Old age home: વૃ્દ્ધાશ્રમમાં માતા-પિતા નથી હોતા, ત્યાં તો સાસુ- સસરા હોય છે- વાત નાની પણ સમજવા જેવી..!

Old age home: પુત્ર તેની પત્નીને લઈને તેનાં માતા પિતાથી અલગ રહેવાં જતો રહે છે કાંતો પછી તેની પત્ની નાં કહેવાથી તે તેના માતા પિતાને જ ઘરડાઘર (વૃદ્ધાશ્રમ) માં મુકી આવે છે.

એવું કહેવાય છે કે જ્યારે એક બાળકનો જન્મ થાય છે ત્યારે તેની સાથે સાથે તેનાં માતા- પિતાનો પણ બીજો જન્મ થાય છે. અને એ વાત તો સાચી પણ છે જ ને એક માતા પોતાના બાળકને નવ મહીના સુધી તેની કોખમાં રાખે છે, અને પછી અનેક દુઃખ વેઠીને પોતાના બાળકને જન્મ આપે છે. જ્યારે બાળક જન્મે છે અને પહેલી વખત જ્યારે માતા પિતા તેને પોતાના હાથમાં લેય છે, એ સમય નો અનુભવ પણ બીજા જન્મ થયા બરાબર જ થતો હોય છે. સાચું કહ્યું ને. આટલું જ નહી,

Old age home by pooja shrimali

બાળક જન્મ ના થયો હોય એના પહેલાં થી જ માતા પિતાએ પોતાના બાળકના ઉજવળ ભવિષ્ય માટે નાં સપનાં જોઈ લીધાં હોય છે, ‘મારો છોકરો મોટો થસે તો આ બનસે, મારી છોકરી મોટી થસે તો આ બનસે’ જેવાં વગેરે. આની સાથે સાથે જ બાળકનાં જન્મની સાથે જ દરેક માતા – પિતાની જવાબદારી વધે છે.

બાળક જેમ જેમ મોટું થાય છે, તેમ તેમ તેનો ઊછેર, યોગ્ય ભણતર, બાળકની તબિયત, દવાઓ, યોગ્ય સંસ્કાર વગેરે જેવી જવાબદારી માતા- પિતા ઉપર આવતી હોય છે. અને માતા પિતા આ બંધી જ જવાબદારીઓ હસતે મુખે નિભાવતાં હોય છે. પિતા જ્યારે આખાં દિવસનાં થાકીને ઘરે આવતા હોય અને ઘરે આવીને સામે પોતાનાં બાળકનો હસતો ચહેરો જોઈને જ એક પિતાનો આખાં દિવસનો બધો થાક ઊતરી જતો હોય છે. માતા પણ પોતાના બાળકનાં ઊછેરમાં કદી કોઈ ઓછ આવા દેતી નથી. હમેશાં તે તેનાં બાળકની ઈચ્છાઓનું, જરૂરિયાતોનું પૂરે પૂરું ધ્યાન રાખતી હોય છે.

પણ આ બધું માતા પિતા ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની પાસે પૈસા હોય. એવું નથી કે દરેક માતા પિતા પાસે પોતાનાં બાળકની ઈચ્છાઓ, જરૂરિયાતો પૂરી કરવાં માટે પૂરતી આવક હોય જ. અમુક એવાં પણ હોય છે જેમના ઘરમાં પૂરતી આવક હોતી નથી. એવાં સમયે તે માતા પિતા માટે ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે, તેવાં સમયમાં ઘણી વખત માતા પિતા પેટે પાટા બાંધીને પોતાના બાળકનું પેટ ભરતાં હોય છે. એવામાં પોતાનાં બાળકની ઈચ્છાઓ માટે માતા પિતા પૂરી મહેનત કરતાં હોય છે.

Old age home

બાળકનાં નાનપણ થી જ માતા પિતાએ પોતાના બાળકનાં ભવિષ્યનાં કેટલાક સપનાંઓ જોયા હોય છે. ઘણી વખત એવું બને છે કે માતા પિતાએ તેમનાં બળક માટે જે સપનાં જોયા હોય છે, બાળકનાં સપનાં તેમની વિરુંદ્ધ જ હોય છે. આવામાં માતા પિતા અને બાળકનાં વિચારોમાં ઘણી વખત સંઘર્ષ થતો હોય છે. સમય જતાં બાળક જેમ મોટો થાય છે, તેમ તેમ તેની વિચારસરણી માં પરિવર્તન આવતું જાય છે, અને આવાં સમયે માતા પિતાને બાળકોની જીદ આગળ નમવું જ પડે છે.

માતા પિતા ખુશી ખુશી તેમનાં બાળકોની જીદને માની લેતાં હોય છે. બાળક ભલેને ૨૦ વર્ષનું યુવાન કેમ ના થઈ જાય પણ તેનાં માતા પિતા માટે તો તે હમેશાં પેલું એમની આંખો સામે રમતું ૮ કે ૧૦ વર્ષનું બાળક જ રહેતું હોય છે. અને એજ કારણ થી તે હંમેશાં પોતાનાં બાળકની દરેક જીદ આગળ પોતાની ખુશીઓ જતી કરે છે. માતા પિતાનું એજ બાળક જ્યારે યુવાન થઈને લગ્ન લાયક થાય ત્યારે માતા પિતાને તેમનાં બાળકનાં ભવિષ્યની ખુબ ચિંતા થતી હોય છે.

પહેલાનાં સમય માં તો માતા પિતા જેની સાથે કેય તેની સાથે છોકરો કે છોકરી ચૂપચાપ લગ્ન કરી લેતાં, પરંતુ અત્યાંરનાં સમય માં એવું સેજ પણ નથી. છોકરા છોકરીઓ જાતે જ પોતાનાં જીવનસાથીની પસંદગી કરતાં હોય છે. આવાં સમયે માતા પિતાને વધું ને વધું ચિંતા તેમનાં બાળકની હોય છે કે તેમનાં બાળકને જો કોઈ અયોગ્ય પાત્ર મળ્યું તો તેમનું જીવન બરબાદ થઈ શકે છે. માતા પિતા જ્યારે પોતાના પુત્ર કે પુત્રીનાં લગ્ન કરાવે છે ત્યારે તેમની ખુશીઓનું કોઈ ઠેકાણું જ નથી હોતું. છોકરાં નાં લગ્ન કરીને જ્યારે પુત્રવધું આવે છે ત્યારે તેને છોકરી ની જેમ રાખતાં હોય છે. થોડો સમય બંધુ બરાબર ચાંલતું હોય છે પણ થોડા સમય પછી સાસું – વહું, દેરાણી – જેઠાણી કે પછી નણંદ – ભાભી વચ્ચે બોલાચાલી કે ઝગડા ચાલું થઈ જાય છે. અને પછી વચ્ચે માતા પિતા બોલે કે કઈ કરે એ વાત તેમના પુત્ર કે પુત્રવધુંને ગમતી નથી. એટલે પુત્ર ને અને પુત્રવધુ ને એકબીજા સાથે બોલાચાલી થાય છે.

Whatsapp Join Banner Guj

આ બધું થયાં પછી અંતે પુત્ર તેની પત્નીને લઈને તેનાં માતા પિતાથી અલગ રહેવાં જતો રહે છે કાંતો પછી તેની પત્ની નાં કહેવાથી તે તેના માતા પિતાને જ ઘરડાઘર (વૃદ્ધાશ્રમ) (Old age home) માં મુકી આવે છે. તે આ સમયે ભુલી જ જતો હોય છે, કે તેના માતા પિતાએ તેની ઈચ્છાઓ, જરૂરિયાતો પુરી કરવાં માટે અત્યાર સુધી કેટલી તકલીફો વેઠી છે, તેના માટે તેના માતા પિતાએ એમની ખુશીઓ એમનાં સપનાઓ છોડી દીધાં હોય છે.

તે ભુલી જાય છે કે અત્યાર સુધી જ્યારે પણ તેને તેના માતા પિતાની જરૂર હતી ત્યારે તેનાં માતા પિતા હંમેશાંતેની સાથે રહ્યાં હતા. તો જ્યારે તેના માતા પિતાને તેમની વૃદ્ધાવસ્થા દરમિયાન જ્યારે જરૂર પડે છે તે સમયે કેમ તે તેના માતા પિતા ને ઘરડાઘર (Old age home) માં મુકી આવે છે? આ બધું કરીને પણ પુત્રને સેજ પણ પચતાવો હોતો નથી કે ના તો તેને આમ કરવું ખોટું લાગે છે. પરતું જ્યારે તેનું બાળક પણ મોટું થઈને તેમની સાથે આવું જ વર્તન કરે છે ત્યારે તેને સમજાય છે.

સાંચુ કહું તો ઘરડાઘર (વૃદ્ધાશ્રમ) (Old age home)માં જે લોકો હોય છે તે કોઈનાં માતા પિતા નથી હોતાં, ત્યાં તો સાસું – સસરાં હોય છે. આ વાત એમ તો બઉ જ નાની છે પરંતુ ધ્યાનથી સમજવા જેવી છે. (ડિસ્કલેમર: આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…પુલવામામાં શહીદ થયેલા મેજરના પત્નિ નિકીતા કૌલ (nitika kaul) પણ કરશે દેશની સેવા, ભારતીય સેનામાં વિધિવત જોડાયા- વાંચો સંપૂર્ણ વિગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *