FASTag car park

FASTag car park: અમદાવાદ એરપોર્ટમાં મુસાફરો માટે પાર્કિંગમાં FASTagની સુવિધા

FASTag car park: આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે

અમદાવાદ, 24 મેઃ FASTag car park: અમદાવાદ એરપોર્ટમાં મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. હકીકતમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પાર્કિંગ સુવિધાને બહેતર બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. કાલથી શરૂ કરાયેલી આ સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે.

મળતી માહિતી મુજબ, પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTag દ્વારા SVPIA ની શ્રેષ્ઠત્તમ તકનીકોમાં વધુ એકનો ઉમેરો થયો છે. જેનાથી મુસાફરોની સગવડોમાં વધારાની સાથે તેમને ઉત્કૃષ્ટ અનુભવ પણ મળશે.

SVPIA શરૂઆતથી જ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. FASTag શરૂ થતાં પાર્કિંગમાં વાહનોની ગતિવિધીઓ ઝડપથી થશે જેના કારણે સમય અને ઇંધણની બચત થશે. FASTagનો મહત્વનો ફાયદો એ છે કે તેમાં રોકડ વ્યવહારોની જરૂરિયાત રહેતી નથી.

જાણો પાર્કિંગ કેવી રીતે કરશો?

હવે મુસાફરોને એરપોર્ટ પર પાર્કિંગની રસીદ માટે અથવા પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ/ક્રેડિટ ચૂકવણી કરવા રાહ જોવી કે માનવીય હસ્તક્ષેપ રહેશે નહીં. તેથી એકંદરે પાર્કિંગ અનુભવને સીમલેસ બનાવે છે.

જરૂરી છે. વળી નિર્ધારીત FASTag લેનમાં પ્રવેશતા મુસાફરોએ બહાર નીકળવા માટે પણ એ જ લેનમાંથી પસાર થવું આવશ્યક છે. મુસાફરોએ માનક દર ચૂકવ્યા બાદ પાર્કિંગ સુવિધા માટે કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી.

આ પણ વાંચો… Gujarat Govt increased DA: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો