Free helmet distribution

Free helmet distribution in ambaji: અંબાજીમાં વાહનોને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું

Free helmet distribution in ambaji: અંબાજી પોલીસ અને અંબાજી માર્બલ એસોસિયનના સયુંકત ઉપક્રમે 250 જેટલા વાહનો ને નિઃશુલ્ક હેલમેટ વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 14 એપ્રિલ: Free helmet distribution in ambaji: યાત્રાધામ અંબાજીમાં મહત્તમ ટુ વ્હીલર વાહન ચાલકોમાં આદિવાસી લોકોની સંખ્યા વધારે છે ને જયારે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે કેટલીક ઘટનાઓમાં ટુ વ્હીલર ચાલાકના માથાના ભાગે ઈજાઓ થવાના કારણે મોત પણ નીપજતું હોય છે.

ત્યારે આવા અકસ્માતોમાં વાહન ચાલકોના મોત ન થાય ને સલામત રહે તે માટે અંબાજી પોલીસ અને અંબાજી માર્બલ એસોસિયનના સયુંકત ઉપક્રમે ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો માર્બલ ની માઇન્સો માં કામ કરતા હોય છે. તેવા જરૂરિયાતમંદોને GIDC વિસ્તારમાં 250 જેટલા વાહનો ને નિઃશુલ્ક હેલમેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માર્બલ એસોસિયનના પદાધિકારીઓ સહિત અંબાજી પોલીસ ઉપસ્થિત રહી આ કામગીરી કરવામાં આવી હતી. જોકે આજે વિતરણ કરવામાં આવેલા હેલ્મેટ ISI મારકા વાળા સુરક્ષિત હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: WR Summer special train: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે “સમર સ્પેશ્યલ ટ્રેન”, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો