12 year old daughter suicide

Gadhda temple Pujari death: ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

Gadhda temple Pujari death: વહેલી સવારે જ મંદિરમાંથી મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રાજકોટ, 19 ઓગષ્ટઃGadhda temple Pujari death: બોટાદ ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવ્યોશંકાસ્પદ હાલતમાં પૂજારીનો મૃતદેહ મળી આવ્યોપ્રતાપ સિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે કરતા હતા સેવાબોટાદ ગઢ઼઼ડા બીએપીએસ મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. શંકાસ્પદ હાલતમાં પૂજારીનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રતાપ સિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે  સેવા કરતા હતા.  

વહેલી સવારે જ મંદિરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના બનતા ભક્તો તથા મંદિર પ્રશાસનમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેઓએ આપઘાત કર્યો કે પછી કોઇ દ્વારા હત્યા કરવામાં આવી આ તમામ બાબતને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ World Photography Day: આજે વિશ્વ ફોટોગ્રાફી ડે, વાંચો કઇ રીતે થઇ આ દિવસને ઉજવવાની શરુઆત?

આ પણ વાંચોઃ 3 Accidents in Gujarat: અમદાવાદ, નડિયાદ અને દાહોદ ત્રણેય રોડ પર અકસ્માત, 6 ના કમકમાટીભર્યાં મોત

Gujarati banner 01