Rape case

Gangrape 15 year minor girl in ahmedabad: અમદાવાદના ધોળકામાં 15 વર્ષીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ, વાંચો વિગતે

Gangrape 15 year minor girl in ahmedabad: મિત્ર સગીરાને બાઈક પર લઈ ગયો અને 8 મિત્રોએ મળીને તેને પીંખી નાંખી

અમદાવાદ,૧૩ માર્ચ: Gangrape 15 year minor girl in ahmedabad: ગુજરાતમાં દરરોજ મહિલાઓની છેડતી, હુમલો અને બળાત્કારના કિસ્સાઓ સામે આવતા રહે છે. આ વચ્ચે અમદાવાદના ધોળકામાં 15 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મનો (Gangrape 15 year minor girl in ahmedabad) કિસ્સો બન્યો છે. 8 નરાધમોએ ગેંગરેપ કરી સગીરાને પીંખી નાંખી છે. સગીરા ના પરિવાર દ્વારા કરાઈ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 8 નરાધમોએ ખેતરમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ કર્યો હતો. હાલ સગીરાની હાલત ગંભીર છે અને તે અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. 

મળતી માહિતી મુજબ 10 માર્ચના રોજ 15 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે બાઈક પર ગઈ હતી. ત્યાં સગીરાના મિત્ર સાથે અન્ય લોકો પણ હતા. જેઓ તેને ગામના બોર કૂવા પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ એક બાદ એક એમ 8 યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ (Gangrape 15 year minor girl in ahmedabad) કર્યુ હતું. દુષ્કર્મ બાદ આરોપીઓ સગીરાને ઘરે છોડી ગયા હતા. 

આ પણ વાંચો: Jai Shri Ram: સ્કૂલ માં હવે ‘જય શ્રી રામ’ બોલવું ગુનો? વિદ્યાર્થી સાથે થયું એવું કે જાણીને આવશે ગુસ્સો

સામુહિક દુષ્કર્મથી સગીરા એટલી ડઘાઈ ગઈ હતી કે, તેણે પરિવારને આવીને આ વિશે જાણ કરી હતી. પરિવારે ધોળકા ટાઉન પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. દુષ્કર્મ કેસમાં ધોળકા પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ઘટના પરીક્ષણમાં FSLની ટીમ પણ કામે લાગી છે. 2 યુવકો સગીરાને બાઈક પર લઈ ગયા હોવાનો ઉલ્લેખ છે. દુષ્કર્મ બાદ સગીરાને સંબંધીના ઘર નજીક ઉતારી દીધી હતી. 

Gujarati banner 01