vapi school

Jai Shri Ram: સ્કૂલ માં હવે ‘જય શ્રી રામ’ બોલવું ગુનો? વિદ્યાર્થી સાથે થયું એવું કે જાણીને આવશે ગુસ્સો

Jai Shri Ram: વાપીના ચણોદ ગામે આવેલી સેન્ટ મેરી સ્કૂલ માં ‘જય શ્રી રામ’ બોલાવતા બાળકોને માફી માંગવી પડી

અમદાવાદ, ૧૩ માર્ચ: Jai Shri Ram: ગુજરાત ની એક સ્કૂલમાં જય શ્રી રામ’ બોલવું ગુનો સાબિત થયો છે. અહીં વાપીના ચણોદ ગામે આવેલી સેન્ટ મેરી સ્કૂલ માં ‘જય શ્રી રામ’ (Jai Shri Ram) બોલાવતા બાળકોને માફી માંગવી પડી હતી. તેમજ સ્કૂલ સંચાલકોએ 2 બાળકો પાસે માફીનામું લખાવ્યું હતું. આથી સ્કૂલ વિવાદો ના ઘેરા માં આવી છે. સ્કૂલ સંચાલકો સાથે હિન્દુવાદી સંગઠનોની રકઝકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને ધમકી પણ આપી હતી કે આ બાબતે માફીનામુ નહીં લખી આપો તો વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવશે. આથી, ગભરાયેલા વાલીઓએ સંતાનનું ભવિષ્ય ના બગડે તે માટે માફીનામુ લખી આપ્યું હતુ. જો કે, શાળા સંચાલકો દ્વારા કરાયેલી ગંભીર ચેષ્ટા બહાર આવતા લોકોમાં ભારે વિરોધ સાથે ભારે આક્રોશ ઉઠયો હતો.

આ પણ વાંચો: Dilip Kumar part-2; ના કોઈ અફસોસ હૈ ના કિસી સે ઉમ્મીદ હૈ

આ મામલે શનિવારનાં રોજ વલસાડ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાયક, બજરંગદળના સંયોજક રાજુ મિશ્રા સહિતના કાર્યકરો શાળાએ પહોંચી ગયા હતાં અને જય શ્રી રામ બોલનાર વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપીને માફીનામુ લખાવવા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ શાળાના આચાર્ય ગેરહાજર હોવાથી અન્ય શાળાના આચાર્ય પણ ત્યાં દોડી ગયા હતાં. VHP ના આગેવાનોએ ભારે આક્રોશ ઠાલવી શાળા સંચાલકોના આ કૃત્ય અંગે માફીનામુ આપે તેવી માંગ કરી હતી.

બીજી બાજુ સોશિયલ મીડિયામાં શાળા સંચાલકો વિરૂદ્ધ લોકોએ આકરી પ્રતિક્રિયા પણ આપી હતી. આ સાથે આપણાં દેશમાં શું જય શ્રી રામના જાપ પર પ્રતિબંધ છે? શું આપણા દેશમાં આપણા આરાધ્ય દેવ ભગવાન કે શ્રી રામનું નામ લેવું એ ગુનો છે? ત્યારે આવી શાળાઓને બાકાત રાખો એવો ઉલ્લેખ પણ કરાયો હતો.

Gujarati banner 01