News Flash 884x496 1

Ghatkopar Hoarding Incident: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં 14ના મોત, 70થી વધુ ઈજાગ્રસ્ત- આખી રાત NDRFનું ચાલ્યુ રેસ્ક્યુ ઓપરેશન

Ghatkopar Hoarding Incident: CM એકનાથ શિંદે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી

મુંબઇ, 14 મેઃ Ghatkopar Hoarding Incident: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે સાંજે તોફાન અને વરસાદે તબાહી મચાવી હતી. ધૂળની ડમરીઓથી માર્ગો પર અરાજકતા સર્જાઈ હતી. ધૂળના ઉડતા વાદળોને કારણે રસ્તાઓ પર વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ દરમિયાન ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું હતું. આ દરમિયાન 100થી વધુ લોકો હોર્ડિંગ નીચે દટાઈ ગયા હતા. તેમાંથી 68 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ 14ના મોત થયા હતા.

NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. BMCનું કહેવું છે કે ઘાયલોમાંથી 31 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અન્યની સારવાર ચાલી રહી છે. એક ઘાયલની હાલત નાજુક છે. આ દરમિયાન CM એકનાથ શિંદે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

buyer ads

ઉલ્લેખનીય છે કે, સોમવારે બપોરે મુંબઈમાં હવામાન સામાન્ય હતું. સાંજ પડતાં જ હવામાનમાં અચાનક પલટો આવવા લાગ્યો હતો. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. થોડી વારમાં તોફાન આવ્યું. આકાશમાં ધૂળના ગોટા ઉડવા લાગ્યા. જેના કારણે માર્ગો પર વાહનોની ગતિ થંભી ગઈ હતી.

આ પણ વાંચો:- PM Modi kashi puja: આજે PM મોદી કાશી વિશ્વનાથ અને દશાશ્વમેધ ઘાટ પર કરી ગંગાની પૂજા

ધૂળના ઉડતા વાદળોને કારણે અનેક જગ્યાએ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. તેઓ શેરીઓમાં પણ પડ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા. થોડા સમય બાદ વરસાદ પડતાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી અને આકાશમાં ધૂળના વાદળો દેખાવાનું બંધ થઈ ગયું હતું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો