school 1605808499 edited e1647265814271

GTUની પરીક્ષા(GTU Exam) માટે નવી તારીખ થઇ જાહેર, આ તારીખથી શરુ થશે પરીક્ષા- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 મેઃGTU Exam: તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ સમય દરમિયાન GTUની ઓનલાઈન પરીક્ષા(GTU Exam) ચાલી રહી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ હતી. જેથી GTU દ્વારા પરીક્ષા(GTU Exam) મોકૂફ રાખવામાં આવી હતી.

GTU Exam

પરંતુ હવે સ્થિતિ સામાન્ય બની ગઈ હોવાથી GTU દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં MBA અને MBA ઈન્ટરગ્રેટેડની સેમેસ્ટર 1 અને ME સેમેસ્ટર 1ની પરીક્ષા(GTU Exam) જે 24મેના રોજ યોજાવાની હતી તે હવે 3 જૂનથી ઓનલાઈન જ MCQ આધારિત જ યોજાશે.

GTU Exam

આ પણ વાંચો…

સોશિયલ મિડીયા દ્વારા અફવાઓ ફેલાવનાર સાવધાનઃ 10 જિલ્લા નવા સાયબર પોલીસ સ્ટેશન(Cyber police station) મંજૂર, રાજ્ય ગૃહમંત્રીએ આપી જાણકારી