Bhupendra patel

Gujarat Govt Decision: રાજ્ય સરકારનો C To D પ્રવેશ પ્રક્રિયાને લઇને મહત્વનો નિર્ણય

Gujarat Govt Decision: ડિપ્લોમા બેઠકોની ખાલી પડેલી જગ્યાની માહિતી C2D (સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા) પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કાઉન્સિલિંગ શરૂ થયા અગાઉના ત્રણ દિવસ સુધીમાં આપેલી હશે તે જ ખાલી બેઠકો પર જ પ્રવેશ આપી શકાશે

ગાંધીનગર, 22 મેઃ Gujarat Govt Decision: AICTE દ્વારા ITI/TEB ના પ્રમાણપત્ર ધારકોને ડિપ્લોમાં અભ્યાસક્રમના બીજા વર્ષમાં સીધો પ્રવેશ આપવાની જોગવાઈ છે. આ બેઠકોમાં જે તે વિદ્યાશાખાની પ્રવેશ ક્ષમતાના ૧૦ %, તેમજ અગાઉના વર્ષમાં ખાલી રહેલ બેઠકો અને વર્ષ દરમિયાન ખાલી પડતી (અભ્યાસ છોડી જતા વિદ્યાર્થીઓ) ની બેઠકોનો પણ સમાવેશ થાય છે. જે તે વર્ષમાં કેન્સલ થતી બેઠકોની માહિતી યુનિવર્સિટી દ્વારા પ્રવેશ સમિતિને આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા આ પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી આ કેન્સલ થયેલ બેઠકોની માહિતી પ્રવેશ સમિતિને બીજા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરુ થયાના પ્રથમ કાઉન્સિલિંગના ત્રણ દિવસ અગાઉ આપેલ હશે તેનો જ સમાવેશ C2D ની પ્રવેશ પ્રક્રિયામાં કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, AICTE દ્વારા C To D એટલે કે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા અને D To D એટલે કે ડિપ્લોમા થી ડીગ્રીમાં પ્રવેશ આપવામાં આવે છે.

આ પણ વાંચો… Anil Kumar Lahoti visit Sabarmati station: રેલવે બોર્ડ અધ્યક્ષે સાબરમતી હાઇ સ્પીડ રેલ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો