ambaji rain 4

Heavy rainfall in gujarat: ગુજરાતના 20 જિલ્લામાં અપાયું છે યેલો એલર્ટ, હજી આગામી 4 દિવસ સુધી મૂશળધાર વરસશે વરસાદ

Heavy rainfall in gujarat: સાઈક્લોન સર્કુયલેશનના કાણે રાજકોટ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃHeavy rainfall in gujarat: ગુજરાતમાં ચોમાસાના કારણે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદને લઈને 20 જિલ્લામાં યેલો અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. IMDનું માનીએ તો, સાઈક્લોન સર્કુયલેશનના કાણે રાજકોટ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તો વળી 20 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિતેલા 24 કલાકમાં 190 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. તેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ થયો છે

રાજ્યમાં સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. ગત 27 સપ્ટેમ્બર સુધી 135 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં રાજ્યમાં 10 ટકા વરસાદ ઓછો છે. આવા સમયે સપ્ટેમ્બર મહિનામાં 3 ગણો વધારે વરસાદ થયો છે. આપને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે. તો વળી કચ્છ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો છે

આ પણ વાંચોઃ Investigation of the origin of corona virus: WHO કોરોના વાઇરસની ઉત્પત્તિની તપાસ માટે ૨0 વિજ્ઞાાનીઓની ટીમને ફરી ચીન મોકલશે- વાંચો વિગત

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારે વરસાદના કારણે કેટલાય રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. આ રસ્તામાં પંચાયત અંતર્ગત આવતા 20 રસ્તા છે. તો વળી કુલ માર્ગોમાં સૌથી વધારે રાજકોટ જિલ્લામાં 4 સ્ટેટ હાઈવે છે. આ બાજૂ બનાસકાંઠા અને દાહોદમાં 2-2 રસ્તા, પોરબંદર, જામનગર, જૂનાગઢમાં 1-1 રોડ બંધ કરવો પડ્યો છે

Whatsapp Join Banner Guj