money 7th pay commission

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે વધુ એક ભથ્થાંને મંજૂરી આપી, જાણો કેટલો મળશે લાભ

7th Pay Commission: મોંઘવારી ભથ્થું 25%થી વધુ હોય તો HRA ઓટોમેટિક વધે છે. DoPT ના નોટિફિકેશન અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે

કામની વાત, 29 સપ્ટેમ્બરઃ 7th Pay Commission: સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance) 1 જુલાઈ 2021 થી 28% મળવાનું શરૂ થઈ રહ્યું છે. DA વધાર્યા બાદ હવે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. હવે સરકારે વધુ એક ભથ્થાને મંજૂરી આપી છે. હાઉસ રેન્ટ એલાઉન્સ (House Rent Allowance)માં પણ હવે વધારો થયો છે.

મોંઘવારી ભથ્થું 25%થી વધુ હોય તો HRA ઓટોમેટિક વધે છે. DoPT ના નોટિફિકેશન અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે વધેલા HRA માં અન્ય કેન્દ્રીય કર્મચારીઓનો સમાવેશ કરવાનું શરૂ કરી દીધું છે.

તમામ કર્મચારીઓને વધેલા HRA નો લાભ મળવા લાગ્યો છે. શહેરની શ્રેણી અનુસાર 27 ટકા, 18 ટકા અને 9 ટકા HRA મળવાનું શરૂ થયું છે. આ વધારો DA સાથે 1 જુલાઈ 2021 થી પણ અમલમાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Heavy rainfall in gujarat: ગુજરાતના 20 જિલ્લામાં અપાયું છે યેલો એલર્ટ, હજી આગામી 4 દિવસ સુધી મૂશળધાર વરસશે વરસાદ

હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની શ્રેણી X, Y અને Z વર્ગના શહેરો અનુસાર છે. આનો અર્થ કે X કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે HRA દર મહિને 5400 રૂપિયાથી વધુ મળશે. આ પછી, Y વર્ગ માટે 3600 રૂપિયા પ્રતિ મહિને અને Z વર્ગ માટે 1800 રૂપિયા પ્રતિ માસ રહેશે.

50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો X કેટેગરીમાં આવે છે. આ શહેરોમાં કેન્દ્રીય કર્મચારીઓને 27% HRA મળશે. તે Y કેટેગરીના શહેરોમાં 18 ટકા અને Z કેટેગરીમાં 9 ટકા હશે.

HRA ની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
7 મા પગાર મેટ્રિક્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓનો મહત્તમ બેઝિક સેલેરી દર મહિને 56000 રૂપિયા છે, તો તેના HRA ની ગણતરી 27%કરવી પડશે. જે આ પ્રમાણે છે.

આ પણ વાંચોઃ Investigation of the origin of corona virus: WHO કોરોના વાઇરસની ઉત્પત્તિની તપાસ માટે ૨0 વિજ્ઞાાનીઓની ટીમને ફરી ચીન મોકલશે- વાંચો વિગત

અગાઉ કેટલું HRA મળતું હતું
જ્યારે 7 મો પગાર પંચ અમલમાં આવ્યો ત્યારે HRA 30 ટકા, 20 ટકા અને 10 ટકાથી ઘટાડીને 24, 18 અને 9 ટકા કરવામાં આવી હતી. તે માટે ત્રણ X, Y અને Z કેટેગરી પણ બનાવી હતી. આ સમય દરમિયાન DA શૂન્ય થઈ ગયું હતું . તે સમયે જ DoPT ની સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે DA 25%નું સ્તર પાર કરે છે ત્યારે HRA આપમેળે વધશે.

Whatsapp Join Banner Guj