WHO

Investigation of the origin of corona virus: WHO કોરોના વાઇરસની ઉત્પત્તિની તપાસ માટે ૨0 વિજ્ઞાાનીઓની ટીમને ફરી ચીન મોકલશે- વાંચો વિગત

Investigation of the origin of corona virus: ટેક્સાસમાં અને કેલિફોર્નિયામાં સૌથી વધારે 64,659 અને 68,944 જણાના મોત થયા હતા.ન્યુયોર્ક અને ફલોરિડામાં કુલ કોરોના મરણાંક 50 હજાર કરતાં વધી ગયો છે

વોશિંગ્ટન, 20 સપ્ટેમ્બર: Investigation of the origin of corona virus: દુનિયામાં કોરોનાના નવા બે લાખં કરતાંં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૨33,૨97,307 થઇ હતી જ્યારે 3,513 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 47,73,1૨3  થયો હતો. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 43,947,764 થઇ છે  જ્યારે મરણાંક 7,09,192થયો છે. 

ટેક્સાસમાં અને કેલિફોર્નિયામાં સૌથી વધારે 64,659 અને 68,944 જણાના મોત થયા હતા.ન્યુયોર્ક અને ફલોરિડામાં કુલ કોરોના મરણાંક 50 હજાર કરતાં વધી ગયો છે. ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં સરેરાશ પાંચ હજાર કરતાં વધારે કોરોનાના નવા કેસો નોંધાયા હતા. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ-ઇસ્ટ રિજનના રિજિયોનલ ડાયરેકટર પૂનમ ખેત્રપાલ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાઇરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે.

આ પણ વાંચોઃ Terrorist failed attack: કાશ્મીરમાં ઊરી જેવા હુમલો નિષ્ફળ, એક આતંકી ઠાર, એક જીવતો પકડાયો- સલામતી દળોને મોટી સફળતા મળી

લાંબા ગાળે કોરોના મહામારી કોરોના રોગચાળામાં ફેરવાશે પણ તેનો આધાર સમુદાયમાં કોરોનાના ચેપ સામે  પ્રતિકારકતા ચેપ દ્વારા કે કોરોનાની રસી દ્વારા કેટલી  વિકસી છે તેના પર નિર્ભર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે વાઇરસના નિયંત્રણમાં રહેવાને બદલે તેના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિ હાંસલ કરવી જોઇએ.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે  ૨0 વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે. દરમ્યાન જાપાનમાં છ મહિનામાં પહેલીવાર કોરોના ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી ચેપ ધીમો પડે તો અર્થતંત્રને ફરી વેગવાન બનાવી શકાય.

Whatsapp Join Banner Guj