Gujarat police 600x337 1

Important Decision of Govt for Guj policemen: ગુજરાત પોલીસકર્મીઓ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વાંચો વિગતે…

Important Decision of Govt for Guj policemen: પોલીસ જવાનો માટે હવે રૂપિયા 1 કરોડનો સુરક્ષા વીમા કવચ

અમદાવાદ, 08 સપ્ટેમ્બરઃ Important Decision of Govt for Guj policemen: ગુજરાત પોલીસના જવાનો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ખાસ પોલીસ જવાનોને રૂ.1 કરોડ સુધીનો અકસ્માત વિમો આપવામાં આવશે. જેમાં સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વીમો અપાશે. વધુમાં એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળે તેવો સાનુકૂળ નિર્ણય કરવામા આવ્યો છે.

નોંધનીય છે કે ચાલુ નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓના નિધન થયા હતા. બાદમાં સામાન્ય પગાર ધરાવતા પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ પરિવાર નોંધારો બને છે અને તેમના ભરણપોષણના પ્રશ્નો ઉભા થતા હોય છે. ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિણર્ય કરાયો છે.

આ પણ વાંચો… Omar Abdullah on India vs Bharat: ઈન્ડિયા vs ભારતની ચર્ચામાં કૂદી પડ્યા ઓમર અબ્દુલ્લા, કહ્યું- જો તમારામાં હિમ્મત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો