DV Patel part 9 dilip kumar 2

Dilip Kumar part-2; ના કોઈ અફસોસ હૈ ના કિસી સે ઉમ્મીદ હૈ

દિલીપકુમાર-ભાગ ૨ (Dilip Kumar part-2)

Dilip Kumar part-2: યુદ્ધનો ઉન્માદ ક્રમશઃઓસરતો થતો જાય છે. કારગિલની ઘટનાઓમાં વ્યસ્ત અખબારોમાં બે કલાકારોને જોઈએ તેવો અને તેટલો ન્યાય મળ્યો નથી. એક છે રાજેન્દ્રકુમાર ૧૯૬૦ના દાયકાનો આ અભિનેતા જ્યુબિલી હીરો કેવી રીતે બન્યો તે આજે ય નવી પેઢીના કલાકારો માટે વિસ્મયરૂપ છે. રાજેન્દ્રકુમારને આજ સુધી શ્રેષ્ઠ એક્ટર તરીકેનો એવોર્ડ મળ્યો નથી છતાં તેમની ફિલ્મો માત્ર સિલ્વર જ્યુબિલી જ નહીં પરંતુ કેટલીક તો ગોલ્ડન જ્યુબિલી પણ ઊજવતી રહી.

૧૯૫૯થી ૧૯૬૬ સુધીમાં તો રાજેન્દ્રકુમાર જેને સ્પર્ધો તે ગોલ્ડ બની જતું. ૧૯૪૮માં ‘‘મેલા’ ફિલ્મમાં એકસ્ટ્રા કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર આ કલાકારે “વચન”, “આવાજ”, “તૂફાન ઔર દિયા’’માં કામ કરતાં કરતાં ‘‘મધર ઇન્ડિયા’’માં નરગિસના પુત્ર તરીકે પણ કામ કર્યું હતું. રાજેન્દ્રકુમારનાં અનેક સફળ ચિત્રપટોમાં “ગુંજ ઊઠી શહનાઈ”, “આરઝૂ”, “આઈ મિલનકી બેલા”, “દિલ એક મંદિર”, “ઘરાના”, “જિંદગી”, “સસુરાલ”, “મેરે મહેબૂબ” અને “સૂરજ” આજે પણ એક લેન્ડમાર્ક છે. નિરાભિમાની અને પોતાની મર્યાદાઓને જાણતા આ કલાકારે ‘‘સંગમ’’માં રાજ કપૂર સામે લૉ પ્રોફાઈલ તથા લાગણીઓને દબાવી રાખનાર સપ્રેસ્ડ લવર તરીકેનો કમાલનો અભિનય આપ્યો હતો. રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર જેવા ધરખમ કલાકારો સામે રાજેન્દ્રકુમાર કૌટુંબિક ચિત્રોના ફૅમિલી હીરો તરીકે લોકહૃદયમાં સ્થાન પામ્યા હતી.

દિલીપકુમાર

કારગિલના કાંડમાં દિલીપકુમાર કારણ વગર વિવાદમાં સપંડીધા હતા. પાકિસ્તાન કોઈપણ ગરબડ કરે એટલે બાળાસાહેબ ઠાકરે દિલીપ કુમાર પર તૂટી પડતા પાકિસ્તાનના સૈનિકો ભારત પર આક્રમણ કરે એટલે બાલ ઠાકરેના મિત્રોના દિલીપકુમારના પાલી હિલ ખાતેના ઘર પર આક્રમણ કરી દે છે. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે.

પોતાની આખી જિંદગી હિન્દુસ્તાનમાં કાઢવી પછી જે ઈન્સાન એક વન ના જેવી શખ્સીયત છે તેમને ધર્મઝનૂનીઓના ત્રાસથી મુંબઈ છોડીને દિલ્હી જતા રહેવું પડે તે એક શરમાવા જેવી વાત છે. ભાષા, સાહિત્ય, કળા અને સંગીતને કોઈ સરહદો હોતી નથી પાકિસ્તાને દિલીપકુમારને એક એવોર્ડ આપ્યો હતો એના કારણે દિલીપકુમારની રાષ્ટ્રભક્તિનું કે રાષ્ટ્રીયતાનું ડિસેક્શન કરવા બેસી જવું તે દિલીપકુમારનું જ નહીં પરંતુ એક નેકદિલ ઇન્સાનનું અપમાન અને કોઈના હૃદય પર ઘા કરવા બરાબર છે.

જે એવો દિલીપકુમારને મળ્યો હતો એ જ એવોર્ડ મોરારજીભાઈ દેસાઈને પણ મળ્યો હતો, જે મોરારજીભાઈએ સ્વીકાર્યો પણ હતો. આ એવોર્ડ સ્વીકારનાર મોરારજીભાઈ દેસાઈ પાકિસ્તાનના જાસૂસ હતા ? ભારતની કેટલીય સ્ત્રી નેતાઓ ભારતમાં બંધાતા બંધોનો વિરોધ કરનારી અને ભારતનો વિકાસ રૂંધવાનાં કાવતરાં કરનારી એજન્સીઓ પાસે જઈ વિદેશોમાંથી એવોર્ડસ લઈ આવે છે, જેમનાં નામ છે મેધા પાટકર અને અરૂપતી રોય એમનો વિરોધ કોઈ કરતું નથી.

Dilip Kumar part-2

આવી રહેલી ચૂંટણીઓ જીતવા માટે બાલ ઠાકરેની આ વર્ષે જૂની મોડસ ઓપરેન્ડી છે. દિલીપકુમારનો વિરોધ કરનારા બાલા સાહેબે એ વાત ભૂલવી જોઈતી નહોતી કે કારગિલની પહાડીઓમાં ઘૂસી ગયેલા પાક. ઘૂસણખોરોને મારી હટાવવા માટે ભારતના જે બહાદુર જવાનો શહીદ થયા છે તેમાં અનેક મુસ્લિમ જવાનો પણ હતા. તેઓ માતૃભૂમિની રક્ષા કાજે સામી છાતીએ લડ્યા છે અને ગોળીઓ ખાઈને મર્યા છે. બાલા સાહેબની જેમ ૨૦૦ કમાન્ડોના સુરક્ષાકવચ હેઠળ મુંબઈના આલીશાન “માતોશ્રી” નિવાસસ્થાનમાં ભરાઈને બેસી રહ્યા નથી. શિવસેનાનો સંકુચિત પ્રદેશવાદ હવે ઉઘાડો પડી ગયો છે. પહેલ તેમને દક્ષિણ ભારતીયો ગમતા નહોતા.

પછી ગુજરાતીઓ ગમતા નથી. આયુ, અનુભવ, અભિનય અને સન્માનના શીખર પર બેઠેલી વ્યક્તિ એકાએક કોઈ વિવાદનો શિકાર બની જાય છે અને ફિલ્મઉદ્યોગ એની મદદ કરવા સહેજ પણ આગળ આવતી નથી ત્યારે તે વ્યક્તિ બેહદ એકલો પડી ગયાનું મહેસૂસ કરે છે — આ દશા છે દિલીપકુમારની. મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ બાલ ઠાકરેની બીકથી દિલીપકુમારના ખુલ્લા ટેકામાં પણ આવતાં આજે બીવે છે.

આ સંજોગોમાં દિલીપકુમારની મનોદશા કેવી છે તે જાણવા જેવું છે. ધર્મઝનૂની નેતાઓથી ત્રાસીને દિલ્હીના ધીરગંભીર નેતાઓ પાસે ન્યાય માંગવા ગયેલા દિલીપકુમાર કહે છે. “ફિલ્મ ઉદ્યોગ આજે એક અલગ પ્રકારનો થઇ ગયો છે. નવા નવા લોકો આવી રહ્યા છે. નવા હીરો, નવી હીરોઇનો, નવા નિર્માતાઓ અને સાથે જ નવાં મૂલ્યો પણ. અમારા જમાનામાં એક જુદી જ વાત હતી. આજે બધુ જ બદલાઈ ગયું છે. હવે તો કોઈ વ્યક્તિ કે કોઈ મુદ્દા પર કોઈ કોઈનું સમર્થન કરે તેની હું ઉમ્મીદ પણ કરતો નથી. આ બધા નવા લોકો પ્રોફેશનલ છે અને બીજા વ્યવસાયિક લોકોની જેમ જ તેઓ પોતાનું કામ કરીને ચાલ્યા જવામાં માનેછે ”

“શું તમને એનો અફસોસ છે?’’ – એ પ્રશ્નના જવાબમાં દિલીપકુમાર કહે છે: “હવે અફસોસ શા માટે ? તમે જાણો છો કે આ ઉપયોગિતાનો યુગ છે. દરેક ચીજનો સંબંધ ઉપયોગિતા સાથે છે. કાલતુ વાતો માટે લોકોને સમય જ નથી. આવા સમયમાં આવા લોકો પાસેથી કોઈ ટેકાની, વફાદારીની, ભાઈચારાની કે કોઈ મૂલ્યોની ઉમ્મીદ જ કેવી રીતે કરી શકાય ?“ કોઈની મદદની અપેક્ષા રાખવી તે તો પુરાણી ફૅશનનાં મૂલ્યો છે. આજના નવા જમાનામાં કોઈની છે પાસેથી કોઈ આશા રાખવી જોઈએ નહીં. કોઈ તમારો સાથી તમારો સમર્થનમાં ઊભો રહે એવી ઉમ્મીદ રાખવી જ જેઈને નહીં અને હું તો તેમનો સાથી પણ નથી.

“પરંતુ અભિનયના ક્ષેત્રમાં જે અભિનેતા તમને ગુરુ માનતા હોય તો તેઓ આવી

વાત કેવી રીતે કરી શકે છે. આ પ્રશ્નના જવાબમાં દિલીપકુમાર કરી છે.

‘‘કોઈ મને ગુરુ માનતા હશે પરંતુ આજના જમાનામાં ખાનગીમાં કહેવું એક વાત છે અને જાહેરમાં તેનો અમલ કરવો બીજી વાત છે. દુનિયા બની તેજથી બદલાઈ રહી છે. હવે આપણે કોઈ ચીજ કે ઘટનાથી ચોડી જવું જોઈએ નહીં. એવું પણ બને કે હું ખોટો છુ એવી ઊત પર તેઓ વિશ્વાસ પણ કરતા હશે, પરંતુ મને એક વાત સમજાતી નથી કે, મારા કિતાબોને કારગિલ સાથે શું સંબંધ છે ? “ તેને કારગિલ સાથે કેમ હેડવામાં આવે છે કે દિલીપકુમાર નવી દિલ્હીની હોટલ મેરિડિયનમાં ઊતી હતા અને શિવન શિવસૈનિકોએ દિલીપકુમારનો વિરોધ કરવા હોટલની બહાર હંગામો મચાવી દીધો હતો. એથી ઊલટ, દિલીપકુમારે દિલ્હીની ઓલ ઇન્ડિયા મેક્સિ ડેટ પા કારગિલમાં ધવાયેલા જવાનોની મુલાકાત લીધી ત્યારે ભારતીય સૈન્યના નિકો ખુશ ગયા હતા અને એક કલાક સુધી હોસ્પિટલમાં રોકાઈતેમણે બધાની સાથે આત્મીયતાથી ત કરી હતી.

ભારતીય લશ્કરના અસલી સૈનિકોને દિલીપકુમાર સામે કોઈ વાંધો નહોતો, તેવ ઊલટું મુલાકાત બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. રાજકીય હેતુ પ્રેરિત દેખાવકારોને આ લપડાક હતી.

અલબત્ત, આજે એક મહત્ત્વપૂર્ણ વાત પરથી પડદો ઉઠાવવાનો હજી બી શિવસેનાના ત્રાસથી દિલ્હી ચાલ્યા ગયેલા દિલીપકુમારે એક વાત હંમેશ માટે છુપાવી રાખી છે અને તે એ છે કે આપણા વડાપ્રધાન લાહોર બસયાત્રા લઈ ગયા એ પહેલા પારિ સાથેના સંબંધો સુધારવાના ભાગરૂપે વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈએ તેમના દૂર તરીકે એક વ્યક્તિની મદદ માંગી હતી અને તેમને લંડન મોકલ્યા હતા. જ્યાં એમની પાક. વડાપ્રધાન નવાજ શરીફ સાથે બેઠક યોજી લાહોર બસયાત્રાનું પ્લેટફોર્મ તૈયાર આપ્યું હતું તે વ્યક્તિ બીજી કોઈ નહી પરંતુ દિલીપકુમાર હતા. દિલીપકુમાર લાન્સ બાજપાઈજીના પ્રતિનિધિ તરીકે ગયા હતા અને એ વાત આજ સુધી છુપાવી રાખી છે. મ અંગે દિલીપકુમાર આજે પણ કાંઈ કહેવા તૈયાર નથી.

Dilip Kumar part-2
Pic credit / social media

હવે શિવસેનાએ વડાપ્રધાનશ્રીન પૂછવાનું છે કે, ભારત-પાક વચ્ચે શાંતિના પ્રયાસો માટે બાજપાઈએ દિલીપકુમારનો ઉપયોગ કર્યો હતો ખરો ? બાજપાઈ જ મ વાતનો ઇન્કાર કરે તો કાંઈ કહેવાનું રહેતું નથી. તેઓ ઇન્કાર ના કરે તો દિલીપજી વેદના સાચી છે કે ‘‘આજનો જમાનો જ ઉપયોગિતાનો છે. ઉપયોગ કરીને ચીજને હઠી (1 તે આજના જમાનાની તાસીરછે !

એક અખબારી મુલાકાત દરમિયાન તેઓ કહે છે : “હવે તો હું વૃદ્ધઈ ગયફ કારગિલ જેટલી દૂરની સફર હું કરી શકું તેમ નથી ખબર નથી શિવસેના હંમેશા મને જ નિશાન કેમ બનાવે છે? શાયદ એટલા માટે કે બાલ ઠાકરેને મારા માટે વધુ પડતી મહે છે. મારા વગર તેઓ રહી શકતા નથી. એથી જ ક્યાંય પણ કાઈ બને તો તેઓ મને મ એ વિવાદમાં ખેંચી જાય છે અને કહેવા માટે છે કે હું પાકિસ્તાની છું. ” “કાર” પિક્ચ વિવાદમાં પણ તેમણે મને નિશાન બનાવ્યો હતો.

‘‘શું આ ગેરસમજ દૂર કરવા આપે બાલ ઠાકરેને મળી કોઈપ્રયાસ કરી જોયો ?’

—એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે: “હું આજ સુધી બાલ ઠાકરે ખરેખર શું ઇચ્છે છે તે સમજી શક્યો નથી. જ્યારે જ્યારે ક્યાંક મળવાનું થાય છે ત્યારે ત્યારે ખૂબ જ આત્મીયતાથી અને પ્રેમથી મળે છે, પરંતુ મને લાગે છે કે ભાગલા પહેલાં હું આજના પાકિસ્તાનમાં જન્મ્યો હતો તે વાતને તેઓ માફ કરી શકતા નથી. મારે કહેવું જોઈએ કે મને મારા જન્મસ્થળ માટે ગર્વ છે, કારણ કે હું હિન્દુસ્તાનમાં જ પેદા થયો હતો. પેશાવર એ વખતે હિન્દુસ્તાનનો જ એક ભાગ હતું. મારા પિતાના વેપારી સંબંધી દિલ્હી, લત્તા અને મુંબઈમાં હતા. હવે હું ત્યાં જન્મ્યો તેમાં હું શું કરી શકું ? ઇતિહાસને હું બદલી શકે તેમ નથી. ઇતિહાસ ફરીથી લખી શકું તેમ નથી. રાજનેતાઓ આવે છે. જમીન પર નવી રેખાઓ ખેંચે છે અને એક નવો જ મુલ્ક બનાવીને એવી ઉમ્મીદ કરે છે કે લોકોના પણ ભાગલા કરી દેવાશે. રાજનેતાઓ માને છે કે લોકો એકબીજીની સાથે રહેતા જ નહોતા એવું માની લે. એ લોકો ઇચ્છે છે કે કદીક જમુનાના કિનારે અમે એક્બીજાની સાથે રમ્યા હતા અને અમન તથા ચનથી સાથે જીવવાના વાયદા કર્યા હતા.

“આજે આ ટ્રેજેડી મારી અને તમારી નથી. આપણા નવજવાનોની પણ છે. જેઓ કારગિલમાં પ્રાણ ગુમાવી રહ્યા છે. આપણે તેમના માટે શું કરીએ છીએ ? એમના મૃતદેહ પર એક ઝંડો લપેટીને એમના કોફીન પાસે ઊભા રહી ફોટા પડાવીએ છીએ. ત્યારબાદ કાલે ધું ભૂલી જઈએ છીએ. કાલે શહીદોની બીબી બચ્ચાઓને કોઈ યાદ પણ નહીં કરે. તેઓ રડતો જ હશે. આ કરુણ કહાણીના લેખક આપણા રાજનેતાઓ જ છે. નવાજ શરીફ પાકિસ્તાનમાં અને આપણે અહીં

“શું બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધી સમાપ્ત કરી દેવાથી ફાયદી થશે?’ એવા પ્રશ્નના જવાબમાં તેઓ કરે છે કે હવે તો બધું જ પ્રતિબંધિત કરી દેવું જોઈએ. ક્રિકેટ, સંગીત, લગ્નો પણ યુદ્ધ વખતે બધું જ બંધ કરી દેવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા જવાનો માર્યા ગયા છે. મને તમે જ કહો કે કે ત્યાં પેદા થયો અને અહીં જીવું છું તે બાબતે થયેલા ઊહાપોમાંથી બહાર કેવી રીતે આવુ ? પાક્તિાન માટે હું ભારતનો નાગરિકછું. ભારતમાં આટલા વર્ષ બાદ મને પોતાની વફાદારી સિદ્ધ કરવા કહેવામાં આવી રહ્યું છે તે આજના યુગનો એકત્રાસ જ છે. “

”આ સમસ્યા તો એક માત્ર બોલ ઠાકરેની સાથે જ છે, પરંતુ આપને લાગે છે કે ભારત એક રાષ્ટ્ર તરીકે પીનરીક્ષચરિત્ર ગુમાવી રહ્યું છે ?”

આ પ્રશ્નના જવાબમાં દિલીપકુમાર કહે છે : “આપણે પહેલાં ચારિત્ર્ય અને ત્યારબાદ ધર્મીનરપેક્ષતા એમ બેઉ મુદ્દાઓ પર દૂર જઈ રહ્યા છીએ. કેરેક્ટર તો આજે બ જ નથી. જરા એ જુઓ તો ખરા કે એ લોકો અમારી સાથે કેવો વ્યવહાર કરે છે ? એવા કેદીઓની જેમ કે જેમને જેલમાંથી કાઢવામાં આવ્યા હોય. દર બે વર્ષે એ લોકો ઇચ્છે છે કે હું મારી વફાદારીનો સબૂત પેશ કરું. આજે એ લોકો જ ફરી શોર મચાવી રહ્યા છે ત્યા જવાનો મરી રહ્યા છે એટલે અહીં મારી લૉયલ્ટી પ્રૂવ કરવાનું મને કહેવામાં આવી રહ્યું છે. આ કેવી મનોદશા ?! આજે જે લડાઈ ચાલી રહી છે તે ના તો પાકિસ્તાનના લોકોની છે, ના તો હિન્દુસ્તાનના લોકોની. જે બલિદાનો અપાઈ રહ્યાં છે તે આસાનીથી ટાળી શકાયા હોત. પરંતુ હવે કડવાશ એટલી હદે પ્રસરી ગઈ છે કે મિજાજ ઠેકાણે લાવવામાં હવે વર્ષો લાગશે. કેટલાક સમય બાદ ફરી આપણે જ કહીશું કે, ચાલો, આપણે સાથે રહીએ. દોસ્તી કરીએ ફરી બસ મોકલીએ. ક્રિકેટ રમીએ હાથ મિલાવીએ અને એમ ખોટા વાયદા પણ કરીશું.

દિલીપકુમાર દુઃખી છે, તેઓ કહે છે : “આ દુષ્ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈજ રસ્તો મને દેખાતો નથી. આપણને લાગતું હતું કે આ સદીમાં કોઈક રસ્તો નીકળશે. પણ એ પણ અશુભ નીવડી.’

– દિલીપકુમારે દિલ ખોલીને ઠાલવેલી વેદના પર શાંતિથી વિચાર કરવાની જરૂર છે. જૈક વયની એક વ્યક્તિની વાતોની ભીતર ઘવાયેલા હૃદયની વેદના અને રાજકારણીઓને ના ગમે તેવાં કડવાં સત્યો પણ છે. યુદ્ધ ભુલાઈ જતાં લોકો તો આ વિવાદને પણ ભૂલી જશે. પરંતુ જેની જિંદગીનો હવે શેષ સમય બચ્યો છે એવા આ વૃદ્ધ આદમીના હૃદય પરનો પ રૂઝાતાં વાર લાગશે.
કદાચ કદી નહી રૂજાય.

દિલીપકુમાર આપણી વચ્ચે નહીં હોય ત્યારે જ આપણને એની કિંમત સમજાશે. (સાભાર- સિલ્વર સ્ક્રીન)

આ પણ વાંચો..Intjaar part-3: “કુણાલ ત્યાં આવે છે. તો પણ રીના તેના ચહેરાના ભાવ સહેજ બદલવા દેતી નથી.”

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *