Poonam madam bank opening

Jamnagar womens cooperative bank: જામનગરની મહિલા સહકારી બેકની વધુ એક શાખા નું ઉદ્ઘાટન કરતા સાંસદ પૂનમબેન માડમ

Jamnagar womens cooperative bank: મહિલાઓના વિકાસ અર્થે મહિલાઓના બેન્ક ખાતા ખોલવામાં આવશે અને સરકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવશે

એહવાલ: જગત રાવલ

જામનગર, ૦૯ નવેમ્બર: Jamnagar womens cooperative bank: જામનગર મહિલા બેન્ક દ્વારા શહેર ના રણજીતનગર ખાતે સાંસદસભ્ય પૂનમબેન માડમ ના હસ્તે નવી બ્રાન્ચ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ મહિલાઓના વિકાસ અર્થે મહિલાઓના બેન્ક ખાતા ખોલવામાં આવશે અને સરકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવશે.

MP poonam amdam

જામનગર માં છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓ માટેની બેન્ક કાર્યરત છે જેમાં અંબર સિનેમા પાસે અને દરબારગઢ ખાતે બે બ્રાન્ચ ઘણા સમય થી કાર્યરત છે ત્યારે મહિલા બેન્ક ના ચેરપર્સન શેતલબેન શેઠ દ્વારા વધુ એક બ્રાન્ચ જામનગર ના રણજીતનગર ખાતે સાંસદસભ્ય પૂનમબેન માડમ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

poonam madam painting

આ પણ વાંચો: Buy peanuts at support prices: ધ્રોલ, જોડીયા, હાપા તથા કાલાવડ ખાતેથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

આ તકે શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કોર્પોરેટર ભાઈ બહેનો, સહકારી અગ્રણી ઓ હાજર રહ્યા હતા, આ મહિલાબેંક ખાતે ખાસ મહિલાઓ માટે બેન્ક ખાતા ખોલવામાં આવશે તેમજ તમામ બેંકિંગ ફેસેલિટી, ગુજરાત ગેસ કનેકશન, સોનાનું ધિરાણ , બધી જાતના ખાતાઓની સુવિધાઓ ઉપરાંત મહિલાઓ માટે સરકારી યોજનાઓ અંગેની માહિતી અને લાભ અંહી થી આપવામાં આવનાર છે.

Whatsapp Join Banner Guj