Ambaji traffic jam

Diwali ambaji darshan: શક્તિપીઠ અંબાજીમાં દિવાળીનાં તહેવારોને લઇ ભારે ભીડ ઉમટી પડી

Diwali ambaji darshan: સરકારે કોરોના એસ.ઓ.પી માં છુટછાટ આપતાં લોકોની દિવાળી રંગીન બની

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૯ નવેમ્બર:
Diwali ambaji darshan: છેલ્લા દોઢેક વર્ષ થી કોરોના મહામારી નાં પગલેં લોકો ઘર અને શહેર માં ગુંગળાઇ રહ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારી નો વ્યાપ ઘટતા સરકારે કોરોના એસ.ઓ.પી માં છુટછાટ આપતાં લોકોની દિવાળી રંગીન બની છે ને ઘરો માં અકળાયેલાં લોકો માંડ બહાર નિકળ્યાં હોય તેમ યાત્રાધામો માં ભારે મેળાવડો જોવા મળી રહ્યો છે. શક્તિપીઠ અંબાજી માં પણ દિવાળી નાં તહેવારો ને લઇ ભારે ભીડ ઉમટી પડી છે ને સાંકડી મઢી ને બાવા જાજા જેવો ગાટ અંબાજી માં જોવા મળી રહ્યો છે.

Diwali ambaji darshan: હાલ અંબાજી પંથક માં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ નાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે નાના મોટા અનેક પાર્કીંગો પણ ફુલ થઇ જતા વાહનો ને રોડ ઉપર જ લોકો પાર્ક કરતાં જોવા મળ્યા હતા. એક તરફ અંબાજી મંદિર માં જનાર યાત્રીકો નો ટ્રાફિક જ્યારે બીજી તરફ માઉન્ટઆબુ જનારા ટ્રાફિક ને લઇ અંબાજી પંથક માં ટ્રાફિક સમસ્યા ઘેરી જોવા મળી હતી. જોકે અંબાજી ની સ્થાનિક વસ્તી 20 થી 22 હજાર ની જ છે ત્યારે તેના કરતાં પણ અનેક ઘણા વાહનો નો ખડકલો અંબાજી વિસ્તાર માં જોવા મળી રહ્યો છે. જોકે આ બાબત ને લઇ પોલીસ પણ ટુંકી પડતી હોય તેમ વ્યવસ્થા જાળવવાં છતાં કલાકો સુધી માર્ગો બ્લોક જોવા મળ્યાં હતા..

Diwali ambaji darshan, Traffic jam

જોકે આજે લાભપાંચમને લઈ વેપારીઓનુ દિવાળી મીની વેકેશન પુર્ણ થશે ..આજે વહેલી સવાર તી જ અંબાજી મંદિર માં યાત્રીકો નો ભારે ઘસારો જોવામળ્યો હતો ને શ્રધ્દાળુઓ પણ આજે લાભ પાંચમના શુભ દિવસે અંબે ના દર્શન કરી પોતાની પેઢીના નવા વર્ષના મુહુર્ત કરસે એટલુજ નહી અંબાજી પંથક માં ધેરી બનેલી ટ્રાફીક વ્યવસ્થા ને લઈ યાત્રીકો પણ ચીતીંત જોવા મળ્યા હતા

અંબાજી નજીક ગુજરાત ની સરહદ માત્ર 5 કિલોમીટર દુર છે ને ગુજરાતીઓનુ મીની કાશ્મીર ગણાતુ પર્યટક સ્થળ માઉન્ટઆબુ અંબાજી ની નજીક જ આવેલુ હોવાથી ટ્રાફીક ની સમસ્યા ઘેરી બને છે જેને લઈ રાજસ્થાન જનારા માટે અંબાજી માં ઓવરબ્રીજ અથવા બાયપાસ રીંગ રોડ નુ નિર્માણ થાય તે આજ ના સમય ની માંગ બની છે ……………..

road jam
  • અંબાજી માં ઓવરબ્રીજ અથવા બાયપાસ રીંગરોડનુ નિર્માણ થાય તે આજ ના સમયની માંગ……………..
  • અંબાજી પંથક માં ધેરી બનેલી ટ્રાફીક વ્યવસ્થા ને લઈ યાત્રીકો પણ ચીતીંત જોવા મળ્યા……….
  • હાલ અંબાજી પંથક માં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ નાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે…………..
  • માઉન્ટઆબુ જનારા ટ્રાફિક ને લઇ અંબાજી પંથક માં ટ્રાફિક સમસ્યા ઘેરી જોવા મળી………..
Whatsapp Join Banner Guj