Alcohol seized

Junagadh police alcohol seized: જૂનાગઢ-કેશોદ પોલીસે ૩૧ ડિસેમ્બર પહેલાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો

Junagadh police alcohol seized: પોલીસે દરોડો પાડી ૫૫ બોટલ, ૮૯૦ પાઉચ, રોકડ અને મોબાઇલ સહીત ૧.૩૫ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ, ૩૦ ડિસેમ્બર: Junagadh police alcohol seized: જૂનાગઢ-કેશોદ પોલીસે ૩૧ ડિસેમ્બર પહેલાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. બાતમીના આધારે ઈન્ચાર્જ પી.આઈ. એન. બી. ચૌહાણ સહીતના સ્ટાફે માંગરોળ રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો.

માંગરોળ રોડ પર ચાંદીગઢ પાટીયા પાસે આવેલ દુકાનમાં દરોડો પાડી ૫૫ બોટલ, ૮૯૦ પાઉચ, રોકડ અને મોબાઇલ સહીત ૧.૩૫ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ખોડલભાઈ ઉર્ફે લાલો સરવૈયા નામના આરોપીને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: clothes drying in balcony not allowed: હવે આ શહેરમાં બાલ્કનીમાં કપડા સુકવવા પર પ્રતિબંધ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે થર્ટી ફર્સ્ટ ઉજવણી કરવા દારૂની હેરાફેરી કરતા તત્વો સામે જીલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત કેશોદ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

Whatsapp Join Banner Eng